ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ: APL-1 રાશનકાર્ડ ધારકોને 532 મેટ્રિક ટન અનાજને સ્વેચ્છીક જતુ કર્યું... - 15 kg grain per card holder

ગીર સોમનાથ કોરોનાના હાહાકાર વચ્ચે સરકાર ગરીબોને લોકડાઉનમાં પોતાનું ગુજરાન ચલાવવા અનાજ આપી રહી છે. જેથી ઘણા APL-1 રાશનકાર્ડ ધારકોને પરિવારને મળવાપાત્ર અનાજ સ્વેચ્છાએ જતુ કર્યું હતું.

ગીર સોમનાથ: APL-1 રાશનકાર્ડ ધારકોને 532 મેટ્રિક ટન અનાજને સ્વેચ્છીક જતુ કર્યું...
ગીર સોમનાથ: APL-1 રાશનકાર્ડ ધારકોને 532 મેટ્રિક ટન અનાજને સ્વેચ્છીક જતુ કર્યું...

By

Published : Apr 22, 2020, 11:02 PM IST

ગીર સોમનાથ: કોરોનાના હાહાકાર વચ્ચે સરકાર ગરીબોને લોકડાઉનમાં પોતાનું ગુજરાન ચલાવવા અનાજ આપી રહી છે. જેમાં APL કાર્ડ ધારકોએ સરકાર માથેનો ખર્ચ ઓછો કરવા અને ગરીબોને વધુ હકનું અનાજ મળે તેના માટે ગીર સોમનાથ જિલ્લામાં 33637 APL-1 રાશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ સ્વેચ્છીક જતુ કર્યું છે. દરેક કાર્ડ ધારકદિઠ 15 કિ.ગ્રા.અનાજનું યોગદાન તેઓએ સરકારને આપ્યું છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીએ તબાહી મચાવી છે. કોરોના વાઇરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉનમાં અમલમાં છે. ગુજરાત સરકારે લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. જરૂરીયાત ન હોય તેવા પરિવારોને અનાજ સ્વેચ્છાએ જતુ કરવા માટે સરકારે અપીલ કરી હતી. જેથી ઘણા પરિવારને મળવાપાત્ર અનાજ સ્વેચ્છાએ જતુ કર્યું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં 120668 નોન NFSA APL-1 રાશનકાર્ડ ધારકો નોંધાયેલા છે. તેમને સરકારે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, ખાંડ, ચણા એક-એક કિલો. મળી કુલ 15 કિલો અનાજ આપવાની જાહેરાત કરાઈ છે. જેમાંથી 13થી 18 એપ્રિલ દરમિયાન 8703 APL-1 રાશનકાર્ડ ધારકોએ-સાડાઆઠ લાખ કિલો ઘઉં, અઢી લાખ કિલો ચોખા, સાડા આઠ લાખ કિલો ખાંડ, અને ચણા-80000 કિ.ગ્રા.નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

બાકીના 33637 APL-1 રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે મળવાપાત્ર 531.99 મેટ્રિક ટન અનાજનો જથ્થો સ્વેચ્છાએ જતો કર્યો હતો. અનાજ જતુ કરવા માટેની સરકારની અપિલને સ્વીકારી ગીર સોમનાથ જિલ્લાના 33637 પરિવારોએ ઘઉ, ચોખા, ચણા અને ખાંડ જતી કરી હતી. એક કાર્ડ ધારકને મળવાપાત્ર થતુ 15 કિલો અનાજ જતુ કરી રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details