- યાંત્રીક સીસ્ટમ થકી ભાવિક સ્વહસ્તે દોરી વડે પોતાની ઘ્વજા મંદિરના શિખર પર ફરકાવી શકશે
- નવી સીસ્ટમ થકી પ્રથમ ઘ્વજા(Flag) ખોડલધામના નરેશભાઇ પટેલે પરિવાર સાથે ચડાવી
- ત્રણેક મહિના અગાઉ સોમનાથ મંદિર ખાતે સીસ્ટમ ફીટ કરવા માટે સર્વે થયો હતો
ગીર સોમનાથ: ખોડલઘામ મંદિર ખાતે ઘ્વજા(Flag) ચડાવવા માટેની સીસ્ટમ સોમનાથ મંદિર (Somnath Mahadev Temple)ખાતે ફીટ કરી કાર્યરત કરાવી આપવા ખોડલધામના અઘ્યક્ષ નરેશભાઇ પટેલે(Khodaldham president Nareshbhai Patel) ઇચ્છા વ્યકત કરી હતી. જેને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરી(Trustee of Somnath Trust Praveenbhai Laheri) અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા(General Manager Vijaysinh Chavda)એ આવકારી સહમતિ આપી હતી. જેથી ત્રણેક મહિના અગાઉ સોમનાથ મંદિર(Somnath Mahadev Temple) ખાતે સીસ્ટમ ફીટ કરવા માટે સર્વે થયો હતો.
આજથી શિવભકતો સોમનાથ મંદિરના 151 ફૂટ ઉંચા ગગનચુંબી શિખરે કરી શકશે ઘ્વજારોહણ આ પણ વાંચો- ભિક્ષાવૃત્તિની રકમમાંથી દિવ્યાંગ સાધુ સોમનાથ મહાદેવને કરશે ધ્વજારોહણ
સીસ્ટમનું કામ પૂર્ણ થતા ટેસ્ટીંગ પણ કરાયું હતું
સર્વે બાદ સીસ્ટમ ફીટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી, જે તાજેતરમાં પૂર્ણ થતા ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યું હતુ. જે સફળ રહેતા વિધિવત રીતે સોમનાથ મંદિરે આવતા ભાવિકો માટે નવી સીસ્ટમ કાર્યરત કરવાનું નક્કી કરાયું હતુ. આજથી જ ઘ્વજા(Flag) ચડાવવાની નવી સીસ્ટમને ભાવિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આજે આ નવી સીસ્ટમના દાતા ખોડલધામના અઘ્યક્ષ નરેશ પટેલે પરિવારજનો સાથે પ્રથમ ઘ્વજા રોહણ કરી નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
નવી સીસ્ટમ થકી ઘ્વજારોહણ થશે
આ સીસ્ટમ અંગે ઇન્ચાર્જ જીએમ અજય દુબે(Incharge GM Ajay Dubey)એ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના 151 ફૂટ ઉંચા શિખર પર ધ્વજા(Flag) ચડાવવા માટે શિવ ભકતો મંદિરની બહાર જમીન પર ઉભા રહી દોરી પકડી રાખી શિખર પર ધ્વજા સ્વહસ્તે ચડાવી શકશે. આ યાંત્રિક સીસ્ટમથી ચડનારી ધ્વજા શિવભકતો ખુદ સ્વહસ્તે શિખર સુધી ચડાવી શકશે અને શિખર પરથી અગાઉ ફરકી રહેલી ધ્વજા(Flag) ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે. આમ, આજથી સ્વહસ્તે ભાવિક પોતે મંદિરના શિખર પર ઘ્વજા ચડાવે છે એવી દિવ્ય અનુભૂતિ કરતા થયા છે.
સોમનાથ મહાદેવ મંદિરના 151 ફૂટ ઉંચા ગગનચુંબી શિખરે કરી શકશે ઘ્વજારોહણ આ સીસ્ટમ ફીટ કરવા પાછળ 3 લાખનો ખર્ચ થયો છે
આ નવી સીસ્ટમ ફીટ કરી કાર્યરત કરવા પાછળ ત્રણ લાખનો ખર્ચ થયો છે. જે તમામ ખર્ચ ખોડલધામના નરેશભાઇ પટેલે(Khodaldham president Nareshbhai Patel) દાન સ્વરૂપે આપ્યો છે. આ પ્રકારની ઘ્વજા(Flag) ચડાવવાની સીસ્ટમ ખોડલધામ મંદિર ખાતે કાર્યરત છે.
આ પણ વાંચો-Somnath મંદિરે ટૂંક સમયમાં ભાવિકો સ્વહસ્તે જ કરી શકશે ધ્વજારોહણ
પહેલા મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા જતા હતા
નોંધનીય છે કે, સન 1951માં સોમનાથ મંદિર(Somnath Mahadev Temple)ની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ છેલ્લા 70 વર્ષથી સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવાનું કાર્ય ટ્રસ્ટના કર્મચારી સીડીની નિયત વ્યવસ્થા મુજબ કરી રહ્યા હતા. અત્યાર સુધી સોમનાથ મંદિર ખાતે ભાવિકો ધ્વજાપૂજા લખાવે એટલે તેના નિયત દિવસ અને સમયે મંદિર પરિસરમાં ભાવિકો સહપરિવાર સાથે ધ્વજ (Flag)પૂજા કરતા અને તે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા જતા હતા અને આ સમયે ભાવિકો નીચે ઉભા રહી પોતાની ચઢતી ઘ્વજા નિહાળી હર.. હર.. મહાદેવના ગગનભેદી નાદ કરી ઘ્વજાને વંદન કરતા હતા.