- પ્રોગ્રામ ફોર હેલ્થ એન્ડ પર્સનલ હાઇજીન પ્રોજેકટ માટે 5,000 US ડોલરની આર્થિક સહાય
- આર્થિક સહાય રૂપે ક્વોલિટી ઓફ લાઇફ એક્ટ હેઠળ ગ્રાંટ આપવામાં આવી
- MDRT ફાઉન્ડેશન દ્વારા ત્રીજી વખત આવી સહાય કરવામા આવી
ગીર-સોમનાથ: વેરાવળમાં વર્ષ 1956થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ધી વેરાવળ એજ્યુકેશન સોસાયટીને અમેરિકા સ્થિત વિશ્વના ઇન્સ્શ્યોરન્સના વ્યવસાયિકોના એસોસિએશન મિલીયન ડૉલર રાઉન્ડ ટેબલના ફાઉંડેશન દ્વારા સંસ્થાની વિવિધ પ્રવૃત્તિમાં કોરોના મહામારીના સમય દરમ્યાન વિદ્યાર્થીઓ અને આસપાસના વિસ્તારના લોકોના લાભાર્થે ચલાવવામાં આવતા અમીધારા રૂરલ એજ્યુકેશન સ્પોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા એજ્યુકેશન પ્રોગ્રામ ફોર હેલ્થ એન્ડ પર્સનલ હાઇજીન પ્રોજેકટ માટે 5,000 યુ.એસ ડોલરની આર્થિક સહાય રૂપે ક્વૉલિટી ઑફ લાઇફ એક્ટ હેઠળ ગ્રાંટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: પોરબંદર: ભાવસિંહજી સિવિલ હોસ્પિટલને રૂપિયા 21,45,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી