ગીર સોમનાથ:જિલ્લાના તાલાલા તાલુકાના રમરેચી ગીર ગામમાં ગત રાત્રિના સમયે ગામના કેટલાક અજાણ્યા ઈસમો સાથે મળીને આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોચાડ્યું હતું. ઘટનાને લઈને ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલામાં દલિત સમાજના આગેવાનો દ્વારા ગામના 11 અને અન્ય કેટલાક અજાણ્યા ઈસમો વિરુદ્ધ તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની ધારા 143, 147, 323, 504, 506 (2 ) અને 120 અંતર્ગત ફરિયાદ નોંધને તપાસ શરૂ કરી હતી.
ગત રાત્રિના બન્યો હતો બનાવ:મૂળ રંમરેચી ગામના અને સમગ્ર મામલામાં ફરિયાદી બનેલા નવનીત ભાઈ રાવલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગતરાત્રિના 11:30થી 12 દરમિયાન ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલા ગામના આ ઘટના બની હતી. 11 વ્યક્તિઓની સાથે અન્ય કેટલાક વ્યક્તિઓએ તેમને ઉશ્કેરણીજનક અપશબ્દ બોલીને ડોક્ટર આંબેડકરની પ્રતિમાને નુકસાન કરીને તોડી પાડી જ્ઞાતિ વિરુદ્ધ હડધુત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. ગામમાં દલિત સમાજના વિસ્તારમાં 800 વાર જેટલી ખુલ્લી જગ્યામાં આંબેડકરની પ્રતિમા બેસાડેલી હતી. જેની જાણ અને મંજૂરી ગીર સોમનાથ જિલ્લા કલેકટરને પત્ર દ્વારા કરવામાં આવી હતી.