ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવઝોડાને લઈને ગીર-સોમનાથના તમામ વિભાગ એલર્ટ પર

સંભવિત તૌકતે વાવાઝોડું રાજ્યના દરીયાકાંઠે 18 મેના રોજ પહોંચશે તેવી સંભાવના છે. વાવાઝોડાને લઈને ગીરસોમનાથ તંત્રના તમામ વિભાગ એલર્ટ પર છે.

tokte
તૌકતે વાવઝોડાને લઈને ગીર-સોમનાથના તમામ વિભાગ એલર્ટ પર

By

Published : May 16, 2021, 7:39 AM IST

  • તૌકતેને લઈને જિલ્લાનું તંત્ર સાબદુ
  • 24 ગામડા 3 શહેરો એલર્ટ પર
  • તમામ વિભાગો હાલ એલર્ટ પર

ગીર સોમનાથ: જીલ્‍લાના દરીયાકાંઠા વિસ્‍તારમાં ત્રાટકનાર સંભવિત તૌકતે વાવાઝોડાને લઈને કેબીનેટ મંત્રી જવાહર ચાવડા અને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તંત્રના અઘિકારીઓની બેઠક મળી હતી. દરીયાકાંઠે આવેલા 24 ગામડા અને 3 શહેરો હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે સાથે સાવચેતિના ભાગ રૂપે NDRFની 2 અને SDRF ની 1 ટીમને તૈયાર રહેવા જણાવ્યું છે. જો વાવઝોડું આવે તો 12 હજાર લોકોને સ્થાળંતર કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે. કોરોના કાળમાં જો વિજ પૂરવઠો ખોરવાઈ તો હોસ્પિટલમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તેને લઈને પણ પાંચ દિવસ સુઘી ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવાની સુચના અપાઇ હતી.

વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

બેઠકમાં તૌકતે વાવાઝોડાના સંભવિત ખતરાથી બચવા માટે જિલ્લા વહીવટી તંત્ર તમમા જરૂરી પગલા લઈ રહી છે. બેઠકમાં તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. હાલ વેરાવળ બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું છે. જેના પગલે વેરાવળ બંદર પર બોટોનો ખડકલો થયો છે. બંદરની મોટાભાગની બોટ પર પરત ફરી છે.હાલમાં 70 હોડીઓ દરીયામાં છે તેને પરત લાવવા માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે.

તૌકતે વાવઝોડાને લઈને ગીર-સોમનાથના તમામ વિભાગ એલર્ટ પર

આ પણ વાંચો : તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ

કોરોનાને લઈને પણ તંત્ર સાબદુ

કોરોનાની મહામારીમાં તમામ દુર્ગમ પરિસ્થિતિમાં કોવિડ હોસ્પિટલો, અને આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓની સારવારમાં કોઈપણ અડચણ ન આવે તેના માટે તંત્ર દ્વારા તમામ હોસ્પિટલમાં રિઝર્વ પાવર સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details