સોમનાથ: અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત હિન્દી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન (Film Promotion Samrat Prithviraj) માટે ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી સહિત એક ટીમ મંગળવારે સોમનાથ દર્શન કરવા આવી હતી. દેવાધિદેવ મહાદેવ સમક્ષ આગામી ફિલ્મની સફળતા (Akshay Kumar Somnath Visit) માટે ખાસ પૂજા અને પ્રાર્થના કરી હતી. અક્ષયકુમાર અને અભિનેત્ર માનુષી છિલ્લરે સોમનાથમાં પત્રકાર પરિષદ યોજીને (Film Promotion At Somnath) એક મહત્ત્વના મેસેજ અંગે વાત કરી હતી. જ્યારે અક્ષયે ફિલ્મ સાથે જોડાયેલી એની કેટલીક યાદને વાગોળી હતી.
આ પણ વાંચો:પિંક શરારામાં ઇલિયાના ડીક્રુઝની સુંદરતા ઝલકી ઉઠી હતી, ફોટા જોઈ ચાહકોના ઉડી ગયા હોશ
સોમનાથમાં 'સમ્રાટ': અક્ષયકુમાર અને માનુસી છિલ્લરે અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન કર્યા બાદ સોમનાથ દર્શન કરવા માટે આવ્યા હતા. અક્ષયકુમાર પહેલી વખત સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યો હતો. મંદિરના દર્શન કરીને તે પ્રભાવિત થઈ ગયો હતો. આ ઉપરાંત તેમણે મંદિરના એક આધ્યાત્મિક તેજ અને અનોખા ધાર્મિક સ્પાર્ક અંગે દિલ ખોલીને વાત કરી હતી. માનુષી છિલ્લરે પણ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરીને અભિભૂત બની હતી. બન્નેએ એક અસાધારણ અને અલૌકિક અનુભવ કર્યો હતો. સોમનાથ મહાદેવના દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે તેને જીવનના સદાયે સ્મરણીય પ્રસંગોમાં યાદગીરી સમાન ગણાવ્યો હતો.