સોમનાથ ટ્રસ્ટના ભાલકા ખાતે જે ભવ્ય મંદીર રાજ્યના પ્રવાસન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ દ્રારા 12 કરોડના ખર્ચે બનાવાયું છે. તા.11 થી 13 ઓક્ટોબરના રોજ સુવર્ણ શિખર સ્થાપન અને નુતન ધ્વજારોહણનો ત્રી-દીવસીય મહોત્સવ યોજાશે. જેના યજમાન પદે સમસ્ત આહીર સમાજ કે, જે ભગવાન ક્રૃષ્ણના વંશજ મનાય છે. તેમની વિશાળ હાજરીમાં તેઓના હસ્તે મંદીરના શિખર પર કળશ સ્થાપન અને ધ્વજારોહણ કરાશે. સાથે મહાવીષ્ણુયાગ યજ્ઞ તેમજ 108 સત્ય નારાયણની કથા પણ યોજાશે. આ કાર્યક્રમ સંબંધે દ્રારકાથી એક રથયાત્રા યોજાશે. જેમાં આ કળશ અને ધ્વજા સહીત ભગવાન ક્રૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરાશે. જે માટે આજે સમગ્ર ગુજરાતના આહીર સમાજના આગેવાનોનું સંમેલન મંત્રી વાસણ આહીર સહીત અનેક આગેવાનોની ઊપસ્થીતી માં યોજાયું હતું.
કૃષ્ણ નિર્વાણ ભૂમિમાં આહીર સમાજની સભા, દ્વારકાથી ભાલકા સુધી કઢાશે શોભાયાત્રા
ગીર સોમનાથઃ ભગવાન ક્રૃષ્ણ જે પીપળાના વૃક્ષ નીચેથી પારધીના તીરથી ઘવાયા અને સ્વધામ ગયા, તે સોમનાથ ટ્રસ્ટ સંચાલીત નવનિર્મિત ભાલકા મંદીર 12 કરોડના ખર્ચથી બન્યું છે. ભગવાન ક્રૃષ્ણના વંશજ એવા આહીર સમાજના યજમાન પદે સુવર્ણ કળશ અને ધ્વજ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે.
krushn
રાજ્યના પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી ભાલકાતીર્થના નવા મંદીરનું નિર્માણ કરાયું છે. જે બેવર્ષથી કામ ચાલુ હતું, જે મહોત્સવ તા.11 થી 13 ઓક્ટોબરે યોજાશે. જેમાં દ્રારકાથી સોમનાથ યાત્રા પહોચશે. ત્યાંથી સોનાથી કળશ મઢાશે અને નવા મંદીર પર ધ્વજારોહણ યોજાશે.