- સોમનાથ મંદિરની નજીક 3 અદ્યતન મુવેબલ પોલીસ ચોકી દાનમાં આપવામાં આવી
- જૂનાગઢના NGO દ્વારા દાનમાં આપવામાં આવી
- અદ્યતન પોલીસ ચોકી રૂપિયા 1.75 લાખના ખર્ચે બનાવવામાં આવી છે
ગીર સોમનાથઃ જિલ્લાના સોમનાથ મંદિરની નજીક પોલીસને 3 અધ્યતન મુવેબલ પોલીસ ચોકી દાનમાં આપવામાં આવી છે. આ ત્રણે પોલીસ ચોકી ફાયર પ્રુફ છે. સાથે જ મુવેબલ પણ છે, ત્યારે ટાઢ તડકામાં પોલીસને સુવીધા આપનારી આ ત્રણ પોલીસ ચોકીઓ સોમનાથમાં કાર્યરત કરવામાં આવી છે.
આ ત્રણેય પોલીસ ચોકી ફાયર પ્રુફ છે
ગીર સોમનાથ જિલ્લાના આતંકીઓના નીશાના પર રહેલા સોમનાથ મંદીર ઝેડ પ્લસ સીક્યુરીટી ધરાવે છે. ત્યારે અહી આવેલી ત્રણ ચેકપોસ્ટો પર પોલીસ પરેશાન હતી. અહી આકરો તાપ, ઠંડી અને વરસાદ માં બંદોબસ્તમાં રહેલા જવાનો ભારે સમસ્યા ભોગવી રહ્યા હતા. જૂનાગઢના એક NGO દ્રારા આ ત્રણે જરૂરી ચેક પોસ્ટો પર અધ્યતન ચેકપોસ્ટ કમ ઓફીસ ડોનેટ કરાય છે. આ પોલીસ ચેકપોસ્ટની વીષેશતા એ છે કે, તે ફાયર પ્રૃફ છે. સાથે આકરા તાપ અને ઠંડીની પણ નહીવત અસર થાય છે.