ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રાવણનાં પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની આરતીનાં કરો દર્શન - સોમનાથ મહાદેવ

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર કોરોનાના ભયને કારણે યાત્રિકોની પાંખી હાજરી જોવા મળી હતી. પરંતુ છતાં લોકો શ્રદ્ધાથી સોમનાથ મહાદેવના દર્શન કરવા ઈચ્છે છે. ત્યારે સોમનાથ મહાદેવની શ્રાવણના પ્રથમ સોમવારની પ્રાતઃ આરતીના ઈટીવી ભારત પર દર્શન કરો

aarti
શ્રાવણ માસ

By

Published : Jul 27, 2020, 9:29 AM IST

ગીરસોમનાથ : શકિત અને ભક્તિના શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું ઘણું મહત્વ છે. સોમનાથ કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે, પરંતુ કોરોના કહેરને કારણે સોમનાથની અંદર આવતાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ત્યારે શ્રાવણમાં મંદિરની અંદર પત્રકારોને પણ પ્રવેશ નિષેધ કરાયો છે. પરંતુ સોમનાથમાં સોશિયલ મીડિયાનો અંદર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

શ્રાવણના પ્રથમ સોમવારે કરો સોમનાથ મહાદેવ ની પ્રાતઃ આરતીના દર્શન

જેમાં ફેસબુક, ટ્વિટર ,ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર સોમનાથના ફોટો અને આરતી અપલોડ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતના સૌથી અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ ઇટીવી ભારત પરથી પણ બહોળી સંખ્યામાં લોકો સોમનાથના દર્શન કરી શકે તેવી સેવા આપવામાં આવી રહી છે.

ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવો.

ABOUT THE AUTHOR

...view details