- સોમનાથ મંદિર વિશે બફાટ કરનારા યુવકની પોલીસે કરી ધરપકડ
- હરિયાણાના પાણીપતથી પોલીસ ઝડપી લાવી
- આરોપી યુવક ઇર્શાદ રસીદ મદરેસામાં શિક્ષક તરીકે કામગીરી કરે છે
- પોલીસે અટકાયત કરી રિમાન્ડની માગ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરશે
ગીર સોમનાથ: સોમનાથ મંદિર વિષે બફાટ કરનારા વિધર્મી યુવકની બુધવારે હરિયાણાની પાણીપતથી ગીર સોમનાથ પોલીસે ધરપકડ કર્યા બાદ આજે શુક્રવારે વેરાવળ લાવવામાં આવ્યો છે. આજે શુક્રવારે પોલીસે આરોપી યુવકને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી હાથ ધરી છે. આરોપી યુવક ઇર્શાદ રસીદ પાણીપત ખાતે મદરેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.
સોમનાથ મંદિર વિશે બફાટ કરનારા યુવકને આજે શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે આ પણ વાંચો :લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાઇરલ, આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આરોપી યુવકને વેરાવળ કોર્ટમાં રજૂ કરાશે
આ અંગે ડીવાયએસપી બાંભણીયાએ જણાવ્યું કે, ત્રણ દિવસ પૂર્વે સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે અને મંદિર પર મહમદ ગઝનવીએ કરેલા હુમલાના વખાણ કરતા ભડકાઉ ઉચ્ચારણ કરતો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે સોમનાથ ટ્રસ્ટની ફરિયાદના આઘારે પોલીસે ગુનો નોંધીને વીડિયો ઉતારનારા યુવક ઇર્શાદ રસીદને ટેકનિકલ સર્વેલન્સની માહિતીની મદદથી હરીયાણાના પાણીપતથી ઝડપી લીધો હતો.
રિમાન્ડની માગ સાથે વેરાવળ કોર્ટમાં રજૂ કરાશે
આરોપી ઇર્શાદને આજે શુક્રવારે વેરાવળ લાવવામાં આવ્યો છે. અહીં તેનો કોરોના રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે શુક્રવારે આરોપી ઇર્શાદને ભડકાઉ વીડિયો બનાવવામાં તેની સાથે અન્ય કોઇ સામેલ છે કે કેમ ? આવા અન્ય વીડિયો ઉતાર્યા છે કે કેમ ? જેવા વિશેષ મુદાઓને લઇ રિમાન્ડ માંગણી સાથે વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધુમાં ઇર્શાદ રસીદ મદરેસામાં શિક્ષક હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેથી તે દિશામાં પણ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :સોમનાથમાં વિધર્મી યુવકનો વીડિયો વાયરલ થયા બાદ સોમનાથ ટ્રસ્ટે ફરિયાદ નોંધાવી