ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ મહાદેવની આરતી પરનો પ્રતિબંધ થયો દૂર, આવતીકાલથી કરી શકાશે દર્શન - સોમનાથ આરતી

કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિરમાં દિવસ દરમ્‍યાન થતી 3 ટાઇમ આરતીમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જે દૂર થતા 6 ફેબ્રુઆરીથી ભાવિકો આરતીના સમયે મંદિરમાં પ્રવેશ સાથે દર્શન કરી શકશે પરંતુ આરતીમાં ઉભા નહી રહી શકે. શ્રદ્ધાળુઓ ચાલતા ચાલતા આરતીના દર્શનનો લ્‍હાવો લઇ શકશે તેવો નિર્ણય સોમનાથ ટ્રસ્‍ટે લીધો છે.

સોમનાથ મહાદેવની આરતી
સોમનાથ મહાદેવની આરતી

By

Published : Feb 5, 2021, 6:09 PM IST

  • ઘણા સમય બાદ શિવ ભક્તો માટે હર્ષના સમાચાર
  • આવતીકાલથી સોમનાથ મહાદેવની આરતીનો ભાવિકો પ્રત્‍યક્ષ લાભ લઇ શકશે
  • આરતીના સમયે ભાવિકોએ ચાલતા ચાલતા આરતીના દર્શન કરી શકશે, પરિસરમાં ઉભા રહેવા પર મનાઇ
    સોમનાથ

ગીર સોમનાથ: કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિરમાં દિવસ દરમ્‍યાન થતી ત્રણ વખત થતી આરતીમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જે દૂર થતા 6 ફેબ્રુઆરીથી ભાવિકો આરતીના સમયે મંદિરમાં પ્રવેશ સાથે દર્શન કરી શકશે પરંતુ આરતીમાં ઉભા નહી રહી શકે. ચાલતા ચાલતા આરતીના દર્શનનો લ્‍હાવો લઇ શકશે તેવો નિર્ણય સોમનાથ ટ્રસ્‍ટે લીધો છે. 6 ફેબ્રુઆરીથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્‍લા રહેશે. સોમનાથ મંદિરએ સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્‍યે થતી મહાદેવની ત્રણેય આરતી સમયે ભાવિકો ઉભા નહીં રહી શકે પરંતુ ચાલતા ચાલતા આરતીના દર્શન કરી શકશે. ચાલુ આરતીના સમયે કોઈપણ ભાવિક મંદિરના સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.

6 ફેબ્રુઆરીથી ફરી આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ આપવા ટ્રસ્ટનો નિર્ણય

આ અંગે સોમનાથ ટ્રસ્‍ટના જી.એમ. વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવેલ કે, કોરોના મહામારીના કારણે કેન્‍દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરાતો આવ્યો છે. અનલોક સાથે જુન માસથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા હતા ત્‍યારે ત્રણ વખત થતી આરતીના સમયે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ વેક્સિન આવી ગયા બાદ કોરોના મહામારીના ઘટતા જતા પ્રકોપને ધ્યાનમાં લઇ સરકારની ગાઈડલાઈન મુજબ આગામી 6 ફેબ્રુઆરીથી સોમનાથ મંદિરમાં ત્રણ વખત થતી મહાદેવની આરતીના સમયે ભાવિકોને પ્રવેશ આપવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળની સુચનાથી કરવામાં આવેલ છે. આ નિર્ણયથી સોમનાથ ટ્રસ્‍ટ હેઠળના સોમનાથ મુખ્ય મંદિર ઉપરાંત અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભીડીયા સહિતના મંદિરોમાં દિવસ દરમ્‍યાન થતી આરતીના સમયે ભાવિકોને પ્રવેશ મળશે.

કોવિડ ગાઈડલાઈન્સનું કરવું પડશે ચુસ્ત પાલન

આ ઉપરાંત મંદિરમાં આવતા ભાવિકોએ કોવીડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે સાથે જ પ્રવેશદ્રાર પર ટેમ્પરેચર મશીનમાં ચેક કરાવી હેન્ડ સેનીટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ કરવાનો રહેશે. મંદિરે દર્શન માટે ઓનલાઈન તથા ઓફલાઈન પાસ મેળવીને જ દર્શન કરી શકશે. મંદિરમાં દર્શન માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ તેનું ભાવિકોએ પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details