- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 57મો જન્મદિન
- સોમનાથ ટ્રસ્ટમાં વિશેષ મહાપૂજા
- આયુષ્ય મંત્રના કરવામાં આવ્યા જાપ
ગીર-સોમનાથ: સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના 57માં જન્મદિવસ નિમિત્તે મંદિરમાં વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સોમનાથ ટ્રસ્ટની પરંપરા મુજબ આયુષમંત્રના જાપ પણ કરવામાં આવ્યા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે અમિત શાહના દીર્ઘાયુષ્ય માટે વિશેષ પૂજાનું આયોજન પંચામૃતથી સોમનાથ મહાદેવને થયો અભિષેક
મહાપૂજાની સાથે પંચામૃતથી સોમનાથ મહાદેવને અભિષેક પણ કરાવામાં આવ્યો હતો તેમજ વિધિપૂર્વક અમિત શાહના લાંબા આયુષ્ય માટે સોમનાથ મંદિરના પૂજારી-વૃંદ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપરાંત અમિત શાહના લાંબા આયુષ્ય માટે આયુષ્ય મંત્રના જાપ પણ કરવામાં આવ્યા હતા.
અમિત શાહ સોમનાથ આવશે તે વાત અફવા...
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર અમિત શાહ પોતાના જન્મદિવસે સોમનાથની મુલાકાતે આવશે તેવી અફવાઓ વહેતી થઈ હતી પરંતુ આ બાબતે જનરલ મેનેજરે ખુલાસો કર્યો હતો કે, ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ નથી આવવાના પરંતુ તેમના વતી ટ્રસ્ટ દ્વારા આ પૂજા કરવામાં આવી છે.