ગુજરાત

gujarat

ETV Bharat / state

જ્યાં શ્રીકૃષ્ણે કર્યું શ્રાદ્ધ એવા પ્રભાસ તીર્થમાં ભાવિકોની ઓટ... - ગીર સોમનાથ ન્યુઝ

ગીરસોમનાથઃ જિલ્લામાં ભારે વરસાદના કારણે પિતૃ તર્પણ માટે ખાસ કેહવાતી ભાદરવી અમાસે જૂજ માત્રામાં ભક્તો જોવા મળ્યા હતા. ભાદરવા માસના અંતિમ દિવસ એવા ભાદરવી અમાસે સોમનાથના ત્રિવેણી સંગમમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતુ.

જ્યાં શ્રીકૃષ્ણે શ્રાદ્ધ કર્યું એવા પ્રભાસ તીર્થમાં ભાવિકોની ઓટ

By

Published : Sep 29, 2019, 12:55 PM IST

સોમનાથ ખાતે આવેલ હિરણ કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમને પિતૃ તર્પણ માટે ઉત્તમ સ્થળ ગણવામાં આવે છે. અહીં શ્રીકૃષ્ણ એ પોતાના પિતૃઓ અને સમગ્ર યાદવોનું શ્રાદ્ધ કાર્ય કર્યું હતું, તેમજ આ જ ભૂમિ ઉપરથી શ્રીકૃષ્ણએ પોતાની લીલાને વિરામ આપી વૈકુંઠ ગયા હતા. ત્યારે તીર્થ પુરોહિતના મતલ અનુસર શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે.

જ્યાં શ્રીકૃષ્ણે કર્યું શ્રાદ્ધ એવા પ્રભાસ તીર્થમાં ભાવિકોની ઓટ...

જ્યારે શ્રીકૃષ્ણ એ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું ,ત્યારે તેઓએ આ ક્ષેત્ર ઉપર વરદાન આપતા કહ્યું .હતું કે આ ક્ષેત્રમાં જેઓનું પણ શ્રાદ્ધ કર્મ થશે, તમને વૈકુંઠમાં વિષ્ણુના ચરણમાં સ્થાન મળશે. ત્યારે ભારે વરસાદના કારણે ભક્તની ભીડમાં ગત વર્ષોની સરખામણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં પણ સોમનાથ ખાતે પિતૃ ભક્તો પીપળાના માધ્યમે પિતૃઓને પાણી પીવડાવવા તેમજ શ્રાદ્ધ કર્મ કરવા પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details