- જિલ્લા કલેક્ટરે યોજી પત્રકાર પરિષદ
- પરિષદ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવી
- જિલ્લામાં 575 મતદારોને વધારો
ગીર સોમનાથઃ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિનોદ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં લાયકાત ધરાવતા લોકોએ તેમનું નામ મતદારયાદીમાં નોંધાવી લેવું આવશ્યક છે.
ગીર સોમનાથ-કલેક્ટરની અધ્યક્ષતામાં મતદાર યાદી અંગે પત્રકાર પરિષદ યોજાઈ 1950 પર કોલ કરવાથી મતદારયાદી સુધારણા અંગેની જાણકારી મળી રહેશે
ગીર સોમનાથ જિલ્લામાં 9 નવેમ્બરથી શરૂ થનાર મતદાર યાદીની ખાસ સંક્ષિત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 22 અને 29 નવેમ્બર તેમજ 6 અને 13 ડિસેમ્બર રવિવારના રોજ ખાસ ઝૂંબેશના દિવસે જે તે વિસ્તારમાં મતદાન મથક પર મતદારયાદી સુધારણા કામગીરી કરવામાં આવશે. વોટર હેલ્પલાઈન 1950 પર કોલ કરવાથી મતદારયાદી સુધારણા અંગેની જાણકારી મળી રહેશે. આ ઉપરાંત ઓનલાઈન નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર મતદાર યાદીમાં સુધારા-વધારા માટે અરજી કરી શકાશે.
જિલ્લામાં કુલ 9,3૩,045 મતદારો
નવા 757 મતદારોનો વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 9,3૩,045 મતદારો નોંધાયેલા છે. જિલ્લાના 821 મતદારો ડિફેન્સમાં ફરજ બજાવે છે. આ પ્રસંગે નાયબ કલેક્ટર ભાવનાબા ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.