- જિલ્લામાં જંગલી પ્રાણીઓ પશુઓનો શિકાર કરે
- પાળેલા પશુઓનો જંગલી જાનવર શિકાર કરી લઇ જાય
- સિંહે યુવકનો શિકાર કર્યો
ગીર-સોમનાથ :જિલ્લામાં જંગલી પ્રાણીઓ પશુઓનો શિકાર કરે છે. તેવી ઘટના આવતી રહે છે. જંગલી પ્રાણીઓ પશુઓનો શિકાર કરતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. ગામમાં પાળેલા પશુઓનો જંગલી જાનવર શિકાર કરી લઇ જાય છે. તેવા સમાચાર પણ આવતા રહે છે.
આ પણ વાંચો : જેતપુર તાલુકાના ખારચિયા ગામે આવેલી વાડીમાં સિંહ દેખાયા
માધુપુર ગીર ગામે સિંહે યુવાનનો શિકાર કર્યો
સિંહે એક યુવાનનો શિકાર કરી લેતા પંથકમાં ચકચાર મચી છે. જેમાં તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે 35 વર્ષનો યુવાન પોતાની બકરીઓ લઇ રાત્રિના નીકળ્યો હતો. તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે સિંહે યુવાનનો શિકાર કર્યો છે. તેવી ઘટના બનતા લોકોમાં ફફટાડ વ્યાપી ગયો છે. જેમાં બકરીઓને બચાવવા જતા મોત મળ્યું છે.
આ પણ વાંચો : હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા ફફડાટઃ ગીરના પ્રાણી સંગ્રહાલયો બંધ રાખવા વનવિભાગનો આદેશવનવિભાગ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક સિંહને પાંજરે પુર્યોતાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે યુવાન બકરીઓને લઇ જતો હતો. ત્યારે માધુપુર ધાવા ગીરગામના રસ્તે સિંહે બકરીઓ પર હુમલો કર્યો હતો. જેમાં બકરીઓને બચાવવા જતા સિંહે યુવાનનો શિકાર કર્યો હતો. જેમાં ઘટના સ્થળે જ યુવાનનું મોત થયુ હતુ. જેમાં વનવિભાગ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક સિંહને પાંજરે પુર્યો હતો.