ગીરસોમનાથના ઉનામાં વૃદ્ધ પર સિંહનો હુમલો - ઉના ન્યુઝ
ઉના તાલુકાના ઉમેજ ગામે દાસાભાઈ જાદવ નામના વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો હતો. હુમલાને પગલે સદનસીબે વૃદ્ધે પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા સિંહ નાશી ગયો હતો જેના પગલે વૃદ્ધનો બચાવ થયો હતો.

ઉનામાં વૃદ્ધ પર સિંહનો હુમલો
ગીર સોમનાથ : ગીરના ખોળે આવેલા વિસ્તાર હોવાને કારણે લોકો અને વન્ય પ્રાણીઓના સંઘર્ષના અવાર નવાર કિસ્સા સામે આવે છે, ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના ઉમેજ ગામે દાસાભાઈ જાદવ નામના વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો હતો. સદનસીબે વૃદ્ધે ચીસાચીસ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા સિંહ નાશી ગયો હતો અને વૃદ્ધનો બચાવ થયો હતો.
ઉનામાં વૃદ્ધ પર સિંહનો હુમલો