ગીરસોમનાથના રામપરા ગામે પિતૃત્વ અને સભ્ય સમાજને લાંછન રૂપ ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ 11માં ભણતી દીકરી વધુ ભણવા ઇચ્છતી હોવાને કારણે તેના હેવાન પિતાએ દીકરીને માર મારી અને બળજબરીથી ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેને આત્મહત્યા જાહેર કરી હતા. પરંતુ ત્રણ માસ બાદ પોલીસના કડક વલણ સામે હત્યારા પિતા અને લાચાર પરિવારની વાસ્તવિકતા સામે આવી છે. જ્યારે નવરાત્રીમાં લોકો દેવીની આરાધના કરે છે ત્યારે હેવાન પિતાએ બીજા નોરતે જ પોતાની લક્ષ્મી સમાન દીકરીને ઝેર પીવડાવી હત્યા કરી હતી. જે મામલે માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
'લાંછન આ બાપને-કલંક આ સમાજને', ભણવાની ઈચ્છાની બદલે દિકરીને મળ્યું મોત મૂળ તાલાલાના રામપરા ગામે રહેતા અને વેરાવળના ઇણાજ ગામે ખેતી કામ કરતા એક પિતાએ પોતાની 16 વર્ષની દીકરીને માર મારી ઝેરી દવા પીવડાવી હત્યા કરી હતી. માલદે ભાઈ સોલંકી અને તેમની પત્ની કંચન બેન પોતાના ચાર સંતાનો સાથે હંમેશા મારપીટ કરતા અને તેમને સતત ત્રાસ આપતાં હતા. તેમની સૌથી મોટી દીકરી હિરલ 11માં ધોરણમાં વેરાવળ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી. જોકે, તે તેના પિતાને મંજુર ન હતું જેથી હિરલને ભણવાનું બધ કરી તેને ઘરે લઈ આવ્યા હતા.
મૃતક હિરલ અને તેની માતાએ હિરલને ભણાવવાની જીદ કરતા નરાધમ પિતાએ તેને કેબલથી મારમારી. હાથ પગ બાંધી તેને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની મૃતક દિકરીની માતાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે. પોતાના શેતાન બની બેઠેલા પિતા દ્વારા અપાયેલી યાતનાઓને યાદ કરતા તેમની નાની દીકરી નયનાએ મીડિયા સમક્ષ કહ્યું કે, જ્યારે તેમની મોટી બેન હિરલને માર માર્યો તે દિવસે રાત્રે અમારા પિતાએ મને અને મારા નાના ભાઈને અમારી બેનના પગ બાંધવા ધમકી આપી પગ બંધાવ્યા હતા. મારી બેનને માર મારી મારા પિતાએ મારી પાસે ભજીયા બનાવડાવ્યા હતા અને બેનની હત્યા બાદ ભજીયા ખાઈ સુઈ ગયા હતા.
વધુમાં તેની નાની દિકરીએ કહ્યું કે, અમે અમારા પિતાના ત્રાસથી મારી બેનના મોતના 15 દિવસ પહેલા ત્રણેય ભાઈ બેહનોએ ઝેરી દવા પીધી હતી. પરંતુ વાડી માલિકે અમને સમય સર હોસ્પિટલ લઈ જતા અમારો જીવ બચ્યો હતો. પોતાની દીકરીની પોતાના જ પત એ હત્યા કર્યાની ત્રણ મહિના બાદ માતાએ પાટણ પોલીસમાં ફરિયાદ કરતા હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી છે.
સરકાર સામે આપણે ગમે ત્યારે સવાલો કરીએ છીએ. પરંતુ જ્યારે આવી ઘટના બને તે જોઈને લાગે છે ખરેખર લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. જો દિકરીને ભણવાની ઈચ્છા દર્શાવતા આવડી મોટી કિંમત ચુકવવી પડતી હોય તો કોઈ દિકરીને કિરણ બેદી અને નિર્મલા સિતારમણ જેવું બનવું હોય તો.....