સોમનાથ : કચ્છ બાદ ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસ પકડવાનો સિલસિલો આજે પણ જોવા મળે છે. બાર દિવસના ટૂંકા સમયગાળા દરમિયાન ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ઝાલાના દરિયા કિનારા પરથી બિન વારસુ હાલતમાં પડેલા ચરસના નવ પેકેટને પકડી પાડીને પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. ગત 16મી ઓગસ્ટના દિવસે પણ ધામળેજ બંદર વિસ્તારમાંથી ચરસના પાંચ પેકેટ પકડાયા હતા.
9 packets of charas found : ગીર સોમનાથના વેરાવળના દરિયાકાંઠામાંથી ચરસના 9 પેકેટ મળી આવ્યા, પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન - દરિયાકાંઠામાંથી ચરસના 9 પેકેટ મળી આવ્યા
બાર દિવસના ટૂંકા ગાળામાં ફરી એક વખત વેરાવળના દરિયાકાંઠા પરથી ચરસના નવ પેકેટ મળી આવતા પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ગત 16 તારીખે ધામળેજ બંદર પરથી પાંચ જેટલા ચરસના પેકેટ પકડાયા હતા. ત્યારે આજે વડોદરા ઝાલાના દરિયાકાંઠા વિસ્તારમાંથી નવ જેટલા ચરસના પેકેટ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસની ટીમએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Published : Aug 28, 2023, 4:13 PM IST
ચરસ પકડાવવાનો સિલસિલો યથાવત : પાછલા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાકાંઠો નશીલા પદાર્થોની અને ખાસ કરીને ચરસની હેરાફેરી માટે કુખ્યાત બની રહ્યો હોય તે પ્રકારના ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઈ કાલે કચ્છ માંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં બિનવારસી હાલતમાં ચરસ પકડાયું હતું. સમગ્ર મામલાને લઈને ગિરસોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન નીચે શંકાસ્પદ અને સંભવિત ચરસ મળી શકે તેવા દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ સમગ્ર જિલ્લાની પોલીસ દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં લાગેલી જોવા મળી રહી છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા સમગ્ર કામગીરીને લઈને પણ માધ્યમોને વિગતો આપવામાં આવશે.
અપડેટ ચાલું છે...