ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત, ગુરુવારે નવા 62 કેસ નોંધાયા - 62 new cases of Corona in Gir Somnath

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જેમાં ગુરુવારે કોરોનાના 62 કેસ સામે આવ્યા છે અને 35 દર્દી ડીસ્ચાર્જ થયા છે. સાથે જ 1,630 લોકોને ગુરુવારે રસી આપવામાં આવી છે.

Girsomnath
Girsomnath

By

Published : Apr 23, 2021, 12:17 PM IST

  • ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
  • ગુરુવારે સામે આવ્યા નવા 62 કેસ, 35 ડીસ્‍ચાર્જ થયા
  • જિલ્લામાં ગુરુવારે 1,630 લોકોને વેક્સિન આપવામા આવી

ગીર સોમનાથ: કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન- પ્રતિદિન વધી રહ્યાં છે, ત્‍યારે જિલ્લામાં ગુરુવારે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 62 નવા કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 30, સુત્રાપાડામાં 8, કોડીનારમાં 10, ઉનામાં 5, ગીરગઢડામાં 3, તાલાલામાં 6 કેસ નોંધાયા છે. ગુરુવારે જિલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયું નથી. ગુરુવારે સારવારમાં રહેલા 35 દર્દીઓ કોરોનાને માત આપી સ્‍વસ્‍થ થયા છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગર સબ જેલમાં 24 કલાકમાં 40 કેદીઓ કોરોના પોઝિટિવ થયા

જિલ્લામાં અત્‍યાર સુધીમાં 1,39,492 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 39 હજાર 492 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે ગુરુવારે 1,630 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

ABOUT THE AUTHOR

...view details