- એક સંગઠનના સભ્યો પર તેમજ પોલીસ પર કરાયો હતો હુમલો
- હુમલો કરી લુંટ ચલાવનારા 6 આરોપીના 9 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યાં
- આ ઘટનામાં વધુ 6 આરોપીઓ ઝડપાયા
વેરાવળઃ શહેરમાં ગત તારીખ 18 ના રાત્રીના એક સંગઠનના સભ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો અને અન્ય 10થી 15 શખ્સોને બોલવી તેના પર હુમલો કર્યો હતો. જોકે, આ એક સંગઠનના સભ્યનો મીત્ર વચ્ચે છોડાવવા આવતા તેના ઉપર પણ લોખંડના પંચ તેમજ પથ્થરોના ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત શખ્સે જીવ બચાવી સરકારી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા, ત્યાં પણ 10 શખ્સોએ પુર્વ આયોજીત કાવતરૂ રચી એક સંગઠનના સભ્યો ઉપર છરી વડે હુમલો કરી અને પથ્થરોના ઘા કરતા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)નો દરવાજો તુટી ગયો હતો.
સોનાના ચેઇનની લુંટ થઈ હોવાની નોંધાઈ હતી ફરિયાદ
આ ઘટના દરમિયાન PSI સહીતનો સ્ટાફ સ્થળે પહોંચતા આ શખ્સોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસ કર્મચારીઓને પણ ઇજાઓ થઈ હતી. ઐ શખ્સોએ એક પોલીસ કોન્સ્ટેબલને મારી નાખવાના ઇરાદાથી છરીના ઘા મારતા તેમને પણ ઇજાઓ થઈ હતી. ગળામાં પહેરેલો સોનાના ચેઇનની લુંટ થઈ હોવાની ફરીયાદ પણ પોલીસમાં નોંધાઈ છે.
આ પણ વાંચોઃ ગીર-સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં શુક્રવારે થયુ જૂથ અથડામણ, 25 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો