ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા - Corona virus

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે સોમવારે પ્રથમ વખત રેકર્ડબ્રેક નવા 51 કેસ નોંધાયા છે. આજે સોમવારે જે નવા કેસ નોંધાયા છે, તેમાં વેરાવળમાં 20, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 2, ઉનામાં 21, ગીરગઢડામાં 4, તાલાલામાં 3 કેસ નોંઘાયા છે. આજે જિલ્‍લામાં કોરોનાથી એક પણ મૃત્‍યું નોંધાયું નથી.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા

By

Published : Apr 19, 2021, 9:46 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા
  • જિલ્લામાં સોમવારે 2,355 લોકોને કોરોનાની રસી આપવામાં આવી
  • જિલ્લામાં વધુ 8 ખાનગી કોવીડ હોસ્પિટલને મંજૂરી અપાઈ

ગીર સોમનાથઃ જિલ્લામાં કોરોનાનો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે સોમવારે પ્રથમ વખત રેકર્ડબ્રેક નવા 51 કેસ નોંધાયા છે. આજે સોમવારે જે નવા કેસ નોંધાયા છે, તેમાં વેરાવળમાં 20, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 2, ઉનામાં 21, ગીરગઢડામાં 4, તાલાલામાં 3 કેસ નોંઘાયા છે. આજે જિલ્‍લામાં કોરોનાથી એક પણ મૃત્‍યું નોંધાયું નથી. જયારે 23 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા

જિલ્લામાં સીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 33 હજાર 792 લોકોને કોરોના રસી અપાઈ છે. જ્યારે આજે વધુ 2,355 લોકોને રસી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગીર-સોમનાથના કોડીનારમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય

જિલ્લામાં 209 કેસ એક્ટિવ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે 8 ખાનગી હોસ્પીટલને કોવિડ-19 હોસ્પીટલ તરીકે માન્યતા આપી છે. જિલ્લામાં 209 કેસ એક્ટિવ છે. જેમાંથી 170 દર્દી હોસ્પીટલમાં દાખલ છે અને 39 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં આદિત્ય બિરલા હોસ્પિટલ-25 બેડ, શ્રીજી હોસ્પિટલ-15 બેડ, લાઇફલાઇન હોસ્પિટલ-22 બેડ, નવજીવન હોસ્પિટલ-23 બેડ, આઇ.જી.મેમોરીયલ હોસ્પિટલ-28 બેડ, નટરાજ હોસ્પિલ-15 બેડ અને કોડીનાર અંબુજા હોસ્પિટલ ખાતે 25 બેડ તેમજ ઉનામાં મહેતા હોસ્પિટલ ખાતે 22 બેડની સુવિધા ઉપલબ્‍ઘ છે. જિલ્લામાં દરરોજ બે હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 1.30 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા

જિલ્લાના APMC ખરીદ કેન્દ્રો 25 એપ્ર‍િલ સુધી બંધ

ગીર સોમનાથ જિલ્લાના APMC ખરીદ કેન્દ્રો ખાતેથી ખેડૂત પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના સંક્રમણના કારણે ખરીદ સેન્ટરના અમુક અધિકારી, કર્મચારી, ગ્રેડર, ઓપરેટર, લેબર સહિતનાઓ કોરોના સંક્રમીત થયા છે, જેથી બહારથી આવતા ખેડૂતોમાં સંક્રમણ ફેલાવાની દહેશત હોવાથી જિલ્લાના તમામ APMC ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ચણા તથા ઘઉંની ખરીદી આજે મંગળવારથી તારિખ 25 એપ્ર‍િલ સુધી બંધ રાખવામાં આવી હોવાનું પુરવઠા અધિકારી સુશીલ પરમારે જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details