- કોરોના મહામારી નિવારણ અને વિશ્વ કલ્યાણ અર્થે સોમનાથ મહાદેવ મંદિરે થશે પૂજન
- પાંચ દિવસીય અમૃત સંજીવની મહામૃત્યુંજય જપ યજ્ઞ થશે
- 27 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનો પ્રારંભ થશે
- ત્યારબાદ સતત 5 દિવસ 120 કલાક સુધી યજ્ઞ ચાલશે
ગીર સોમનાથ:વર્તમાન સમયમાં કોરોનાની બીજી લહેર સામે લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે તો દેશ પણ મહામારી સામે અડગ બની દિવસ-રાત ઝઝૂમી રહ્યો છે. આ મહામારીમાંથી દેશ અને લોકો સલામત રીતે ઉભરીને બહાર આવે તે માટે દેશભરમાં પ્રાર્થનાનો દોર ચાલી રહ્યો છે. એવા સમયે અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ વિશેષ પૂજાનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો:આજે મહાશિવરાત્રી, જાણો પાવન પર્વનું માહાત્મય અને પૂજા-વિધીની પધ્ધતિ
5 દિવસનો અખંડ અમૃત સંજીવની મહા મૃત્યુંજય જપ-યજ્ઞ
આ અંગે મંદિર ટ્રસ્ટના જી.એમ. વિજયસિંહ ચાવડાએ જણાવેલું કે, હાલ સોમનાથ મંદિરના દ્રાર ભાવિકો માટે બંધ છે, પરંતુ પૂજારીઓ દ્રારા મહાદેવની નિત્યક્રમની મહાપૂજા-આરતી નિરંતર થઇ રહી છે. ત્યારે વૈશ્વિક કોરોનાના મહામારીના નિવારણ અર્થે તથા વિશ્વ કલ્યાણ અર્થે સોમનાથ મંદિરમાં યજ્ઞશાળામાં 5 દિવસનો અખંડ અમૃત સંજીવની મહા મૃત્યુંજય જપ-યજ્ઞ કરવાનું નક્કી કરાયું છે.