ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં સ્‍થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે 446 ફોર્મ ભરાયા

ગીર સોમનાથ જિલ્‍લામાં સ્‍થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે 446 ઉમેદવારીપત્ર ભરાયા હતા. શનિવાર અંતિમ દિવસ હોવાથી ધસારો રહેવાની શકયતા વર્તાય રહી છે.

ગીર સોમનાથમાં સ્‍થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે 446 ફોર્મ ભરાયા
ગીર સોમનાથમાં સ્‍થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે 446 ફોર્મ ભરાયા

By

Published : Feb 15, 2021, 7:14 PM IST

  • ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાંચમા દિવસે ધસારો
  • જિ.પં. 50, 6 તા.પં. માટે 234 અને 4 પાલિકાઓમાં 162 ઉમેદવારીપત્ર ભરાયા
  • સૂત્રાપાડા પાલિકાની 24 બેઠકો માટે 62 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું જણાયું

ગીરસોમનાથઃ જિલ્‍લામાં જિલ્‍લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના અંતિમ દિવસોમાં ભારે ઘસારો જોવા મળી રહયો હતો. ફોર્મ ભરવાના પાંચમા દિવસે જિલ્‍લામાં ત્રણેય ચૂંટણીના મળી કુલ 446 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં જિલ્‍લા પંચાયતની 28 બેઠકો પર 50 ઉમેદવારીપત્રો ભરાયા છે.

સૂત્રાપાડા પાલિકાની 24 બેઠકો માટે 62 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું જણાયું

ઉના તાલુકા પંચાયતની 26 બેઠક માટે 52 ફોર્મ ભરાયા

જ્યારે તાલુકા પંચાયતોની વાત કરીએ તો વેરાવળ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 56, તાલાલા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 31, સૂત્રાપાડા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 29, કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 28, ઉના તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 52, ગીરગઢડા તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 38 ઉમેદવારીપત્રો ભરાયા છે.

જિ.પં. 50, 6 તા.પં. માટે 234 અને 4 પાલિકાઓમાં 162 ઉમેદવારીપત્ર ભરાયા

નગરપાલિકાની બેઠકો માટે પણ ઉમેદવારી

નગરપાલિકાઓની વાત કરીએ તો, વેરાવળ-પાટણ પાલિકાની 44 બેઠકો માટે 46, ઊના પાલિકાની 36 બેઠકો માટે 47, તાલાળા પાલિકાની 24 બેઠકો માટે 7, સૂત્રાપાડા પાલિકાની 24 બેઠકો માટે 62 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details