ગીરસોમનાથ : જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કામગીરીના ભાગરૂપે સરકાર દ્વારા દરેક વ્યક્તિઓએ જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે વેરાવળ,પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પણ આ સૂચનાની અમલવારીના ભાગરૂપે તમામ લોકો ઘરની બહાર નિકળતી વખતે માસ્ક ફરજિયાત પહેરવાનું, મોઢું કપડાથી ઢાંકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે કોઇ આ સૂચનાનો ભંગ કરતા જોવા મળશે, તેમની પાસેથી નગરપાલિકા રૂપિયા 100નો દંડ વસૂલ કરશે.
ગીરસોમનાથમાં માસ્ક ન પહેરનાર 42 વ્યક્તિઓને દંડ ફટકારાયો - માસ્ક ન પહેરનાર 42 વ્યક્તિઓને રૂપિયા 4200નો દંડ
વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ અટકાવવા ગીરસોમનાથમાં માસ્ક ન પહેરનાર લોકો ઉપર તંત્રએ દંડ ફટકાર્યો હતો. જેમાં વેરાવળ શહેરમાં 42 લોકોને પહેલી વખત માસ્ક ન પહેર્યાનો 100 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો અને બીજી વખત નિયમનું પાલન નહિ કરે તો વધુ દંડની ચેતવણી આપી હતી.
ગીરસોમનાથમાં માસ્ક ન પહેરનાર 42 વ્યક્તિઓને રૂપિયા 4200નો દંડ
ત્યારે વેરાવળ,પાટણ સંયુકત નગરપાલિકાનાં ચીફ ઓફિસર અને સ્ટાફ દ્વારા મુખ્ય બજારમાં અને શાકમાર્કેટ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાતા 42 વ્યક્તિઓએ માસ્ક ન પહેરેલા હોવાથી, તેમની પાસેથી રૂપિયા 4200નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.