ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથના વધુ 4 કોરોના પેશન્ટ સાજા થયાં

ગીરસોમનાથ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 4 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે. જેમાં તાલાળા તાલુકાના 3 અને ઉના તાલુકાના 1 દર્દી સ્વસ્થ થતા કોવિડ કેર સેન્ટર લીલાવતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા હતાં.

4-corona-patients-recovered-at-girsomnath
ગીરસોમનાથના વધુ 4 કોરોના પેશન્ટ સાજા થયાં

By

Published : May 24, 2020, 10:26 PM IST

વેરાવળઃ ગીરસોમનાથ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 4 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે. જેમાં તાલાળા તાલુકાના 3 અને ઉના તાલુકાના 1 દર્દી સ્વસ્થ થતા કોવિડ કેર સેન્ટર લીલાવતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા હતાં.

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતેથી આજે કોરોના વાઇરસના વધુ 4 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો હતો. તાલાળા તાલુકાના 3 અને ઉના તાલુકાના 1 દર્દીઓ સાજા થતા કોવિડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા છે.

ગીરસોમનાથના વધુ 4 કોરોના પેશન્ટ સાજા થયાં

તાલાળા તાલુકાના હડમતિયા ગામના રહેવાસી જમન નાથાભાઇ ભંડેરી, જયાબેન જમનભાઇ ભંડેરી, કેવલ રમેશભાઇ ભંડેરી અને ઉના તાલુકાના સિમર ગામના રહેવાસી નીલેશભાઇ જીવનભાઇ સાંખટને કોરોના વાયરસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતાં. બાદમાં કોરોના વાયરસ પોઝિટિવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં.

આ તમામ દર્દીઓ કોવિડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતે સારવાર હેઠળ હતાં. તેઓ સ્વસ્થ થતા કોરોના વાયરસના કોઈપણ લક્ષણો ન જણાતા આજે આરોગ્ય કર્મચારીઓએ અભિનંદન પાઠવી રજા આપવામાં આવી હતી. એમ્બ્યુલન્સ દ્રારા તમામ દર્દીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. કોરોના વાઇરસમાંથી મુક્ત થતા દર્દીઓએ ડોકટર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આભાર માન્યો હતો. ડોકટરો દ્વારા આ લોકોને હોમકોરોન્ટાઇન રહેવા, માસ્ક બાંધવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માર્ગદર્શન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details