ગીર સોમનાથઃ દેશ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ગીર-સોમનાથમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં શનિવારના રોજ 37 કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
ગીર સોમનાથમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા - Corona News
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ગીર-સોમનાથમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં શનિવારે 37 કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
ગીર સોમનાથમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા
ગીર સોમનાથમાં 37 નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 500ને પાર થઇ છે. જિલ્લામાં નવા નોંધાયેલા કેસમાંથી 30 કેસ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાંથી સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમણના ફેલાવાને રોકવા માટે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જોકે લોકડાઉન ખુલવાની સાથે જ અનલોક પ્રક્રિયામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસને લઇ આરોગ્ય વિભાગ દ્વારા પણ કેટલીય તકેદારી રાખવામાં આવી છે.