- દરીયાકાંઠાના 99 ગામોના 3,073 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા
- સોમવારે સાંજે તૌકતે વાવાઝોડું ટકરાવવાની સંભાવના
- અધિકારીઓની ટીમોએ દરીયાકાંઠાના ગામોનો પ્રવાસ કરી લોકોને જાગૃત કરી જાણકારી આપી
ગીર સોમનાથ: વહીવટી તંત્ર દ્વારા તોકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી હાથ ધરી છે. જેમાં અધિકારી અને કર્મચારીઓને હેડ કર્વાટર ન છોડવા તાકીદ કરાય છે. વાવાઝોડાથી બચવા તંત્રએ કરેલ સર્તકતાની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશએ જણાવેલું કે, જિલ્લામાં દરીયાકિનારાના 10 કિ.મી.ની હદમાં આવતા 99 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં વેરાવળ તાલુકાના 28 ગામો, સુત્રાપાડા તાલુકાના 17 ગામો, કોડીનાર તાલુકાના 20 ગામો અને ઉના તાલુકાના 34 ગામોનો સમાવેશ થાય છે.
સોમવારે સાંજે તૌકતે વાવાઝોડું ટકરાવવાની સંભાવના આ પણ વાંચો: ખંભાતના કાંઠા ગાળા વિસ્તારમાં રહેતા લોકોને તૌકતેના પગલે સ્થળાંતરિત કરાયા
કોવિડ ગાઇડ લાઇન મુજબના આશ્રયસ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા
સંભવત: 17 મેના સોમવારે સાંજના સમયે વાવાઝોડું ત્રાટકે ગીર સોમનાથના દરીયાકાંઠે ટકરાવવાની સંભાવનાને લઇ ત્યારે જાન-માલની નુકસાનની ભિતી થાય તેવા કાચા મકાનો અને ઝૂંપડાઓમાં રહેતા 3,073 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવેલું છે. જેમાં વેરાવળ તાલુકાના 332 લોકો, સુત્રાપાડા તાલુકાના 328 લોકો, કોડીનાર તાલુકાના 671 લોકો અને ઉના તાલુકાના 1,742 લોકોને કોવિડ ગાઇડ લાઇન મુજબના આશ્રયસ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત કર્યા
જરૂર પડ્યે વધુ લોકોનું સ્થળાંતર કરવા તંત્રએ તૈયારી કરી છે. આ સ્થળાંતર કરાયેલા લોકો માટે વહીવટી તંત્ર દ્વારા ભોજન, પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્યની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત કર્યા છે. જેના નં.02876-285063, 285064 છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને લઈને વેરાવળ બંદરમાં બોટોની જળસમાધિ થવાની ભિતીથી માછીમાર સમાજ ચિંતામાં ગરકાવ
લોકોને વાવાઝોડા સામે રક્ષણ અને સલામતી માટે સમજણ આપી
તૌકતે વાવાઝોડાની સામે લોકોની સુરક્ષા અને સલામતી માટે જિલ્લામથક વેરાવળ તાલુકાના ડારી, આદ્રી, નવાપરા અને સીડોકર ગામોની TDO ટી.બી.ઠક્કર, નાયબ મામલતદાર ખેર સહિતના અધિકારીઓની ટીમએ મુલાકાત લીધી હતી. તાલુકાના દરિયાકાંઠાના ગામો અને ઝૂંપડપટ્ટીના વિસ્તારની મુલાકાત લઈ લોકોને વાવાઝોડા સામે રક્ષણ અને સલામતી માટે સમજણ આપી હતી. વાવાઝોડા દરમિયાન લોકોને તેમની સલામતી માટે શું શું પગલા લઇ શકાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
લોકોનું સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે અનુરોધ કરાયો
વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં થાય તે દરમિયાન લોકોનું સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે અનુરોધ કરાયો હતો. ઉપરાંત વાવાઝોડાની અસર થાય તે દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સુરક્ષા, સલામતી અને રહેણાંક તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. ઈમરજન્સી સમયમાં લોકોનું સ્થળાંતર કરવાનું થાય ત્યારે લોકોએ પુરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.