ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરગઢડામાં ગેરકાયદે લાયન શૉ કરનારા 6 શખ્સને કોર્ટે 3 વર્ષની કેદ, 10 હજારનો દંડ ફટકાર્યો - મુરઘી કાંડ

ગીર સોમનાથના ગઢડામાં સિંહની પજવણી કાંડમાં કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સિંહના ગેરકાયદેસર દર્શન કરવા માટે સિંહને મરઘી બતાવીને વિકૃત આનંદ માણવામાં આવતો હતો અને આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેસ દાખલ થયો હતો.

ગીરગઢડામાં ગેરકાયદે લાયન શૉ કરનારા 6 શખ્સને કોર્ટે 3 વર્ષની કેદ
ગીરગઢડામાં ગેરકાયદે લાયન શૉ કરનારા 6 શખ્સને કોર્ટે 3 વર્ષની કેદ

By

Published : Mar 9, 2021, 11:25 AM IST

Updated : Mar 9, 2021, 2:25 PM IST

  • ગિરગઢડામાં ચકચારી સિંહ પજવણી અને મરઘી કાંડમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી
  • ગિરગઢડા સિવિલ કોર્ટે 7 આરોપી પૈકી 6 ને આપી સજા, એક વ્યક્તિનો નિર્દોષ છુટકારો
  • જિલ્લા કલેક્ટરને એક માસમાં કાર્યવાહી કરી કોર્ટને રિપોર્ટ કરવા આદેશ

ગીર સોમનાથ: સિંહના સંરક્ષણ માટે આપણા દેશની સરકાર દ્વારા વિશિષ્ટ કાયદા બનાવવામાં આવ્યા છે. આથી જો કોઈ સિંહને હેરાન પરેશાન, મારવાનો કે પછી છંછેડવાનો પ્રયત્ન કરે તો બંધારણમાં તેના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તેમ છતાં ઘણા લોકો સિંહને છંછડી તેને હેરાન પરેશાન કરતાં હોય છે. એ જ રીતે કેટલાક લોકો સિંહને મરઘી બતાડીને અવાર-નવાર લલચાવતા હતા. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગે પોલીસની મદદથી તેમની ધરપકડ કરી હતી. જેનો આજે ચુકાદો આપતા કોર્ટે આ લોકોને સજા આપી હતી.

વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેસ દાખલ

આ અંગે વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના ગઢડામાં સિંહની પજવણી કાંડમાં કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. ગીર ગઢડા કોર્ટે સાત આરોપીઓ પૈકી છ આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં એક આરોપીને એક વર્ષની અને પાંચ આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સિંહના ગેરકાયદેસર દર્શન કરવા માટે સિંહને મરઘી બતાવીને વિકૃત આનંદ માણવામાં આવતો હતો અને આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેસ દાખલ થયો હતો.

આ પણ વાંચો:કોડીનાર નજીક સિંહ પરિવારે વાછરડાનું મારણ કરી મિજબાની માણી

ઇલ્યાશ ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કરતો હતો

આ ઘટનાનાં કેસ ગિરગઢડાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં 7 શખ્સોને 3 વર્ષથી સખ્ત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાવની મળતી વિગત મુજબ, 19મે 2018નાં ઇલ્યાશ અદ્રેમાન હોથે પોતાને સેટલમેન્ટ વિસ્તારમાં મળેલી જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કર્યા હતા. સેટલમેન્ટવાળી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ આપી સિંહને મરઘાનું મારણ આપ્યું હતું. ઇલ્યાશ હોથે સિંહની કુદરતી અવસ્થામાં વિક્ષેપ પાડ્યો હતો. તેમજ પ્રલોભન આપી સિંહની દિનચર્યામાં ભંગ કર્યો હતો.

તમામ લોકોની અટકાયત કરવામાં આવી

આ ઉપરાંત, રવિ પાટડીયા (અમદાવાદ), દિવ્યાંગ ગજ્જર (અમદાવાદ), રથિન પોપટ (અમદાવાદ), માંગીલાલ ગમીરા મીના (રાજસ્થાન, હાલ ભોજદે તાલાલા)ને ગેરકાયદેસર સિંહ દર્શન માટે સગવડતા પુરી પાડી રૂપિયા મેળવ્યા હતા. તેમજ ગેરકાયદેસર સિંહની પજવણીની વૃતિ પણ કરી હતી. આ તમામ લોકોની વન વિભાગ દ્વારા અટક કરવામાં આવી હતી.

આ પણ વાંચો:રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહ ઈજાગ્રસ્ત

સિંહોની પજવણી મામલે ગીરગઢડા કૉર્ટનું આકરું વલણ

ગીરના સાવજોની પજવણી સાથે ગેરકાયદે લાયન શો મામલે કોર્ટે પણ ગંભીર નોંધ લઇ આકરૂ વલણ અખ્તયાર કર્યું છે. આ ગુન્હાના 6 આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ ઉપરાંત જમીન માલિક વિરુદ્ધ આકરી કાર્યવાહ હાથ ધરવા આદેશ કરેલ છે. જે અંતર્ગત, ગીર અભ્યારણ્યમાં વર્ષો પૂર્વે જમીન માલીકોને સેટલમેન્ટની જમીન ફાળવવામાં આવેલ જે મુજબ આ કામના મુખ્ય આરોપી ઈલ્યાસ અદૃમાન હોથના વડવાઓને ફાળવવામાં આવેલ ગીર અભ્યારણ્યમાંના બાબરીયા રેન્જ ફોરેસ્ટમાં આવેલ ઘૂંબક વિસ્તારમાંની સેટલમેન્ટવાળી જમીન ખાલસા કરવા કોર્ટે હૂકમ કરેલ છે. આ સાથે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ને એક માસમાં કાર્યવાહી કરી કબજો મેળવી કોર્ટને રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

અત્રે નોંઘનીય છે કે, ગીર અભ્યારણ્ય વિસ્તારમાં આવેલ સેટલમેન્ટની જમીનોમાં અમુક લોકો દ્વારા ગેરકાયદે લાયન શો યોજી આર્થીક ઉપાર્જન કરતા હોવાની સાથે સિંહોની પજવણીનો વિકૃત આનંદ મેળવતા હોવાની છાશવારે ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે, ગીરગઢડા કોર્ટના મહત્વપુર્ણ ચુકાદા સાથે ગેરકાયદે લાયન શો કરનારા તત્વો પર કડક કાર્યવાહીનો સંદેશ હોવાનુ જાણવાં મળી રહ્યુુ છે.

Last Updated : Mar 9, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details