- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ
- આજથી ત્રણ દિવસનાં સંપૂર્ણ લોકડાઉનનાં નિર્ણયમાં પણ સહયોગ આપવા તંત્રની અપીલ
- સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં પહેરવાબદલ રૂપિયા 28,000નો દંડ
ગીર સોમનાથ:કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે. કોડીનાર ચેમ્બર તથા આગેવાનો દ્વારા સાંજે 6 વાગ્યે દુકાનો બંધનું એલાન આપીને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી કાળજી રાખવા વારંવારની અપીલ પછી પણ નહીં સમજતા છેવટે કોડીનાર PI સંદિપસિંહ ચુડાસમાએ કાયદાનું શસ્ત્ર ઉગામીને કોડીનાર શહેરમાં માસ્ક ઝુંબેશ હાથ ધરીને 28 જેટલા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો:અમિત ચાવડાએ ડીસામાં ભાજપ ધારાસભ્યએ કરેલ સોશિયલ ડિસ્ટન્સના ભંગ પર પ્રતિક્રિયા આપી