ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા - Corona virus

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસ દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ગુરુવારે ફરી કેસની સંખ્‍યામાં નોંઘપાત્ર વધારો નોંધાયો છે. જિલ્લામાં ગુરુવારે પ્રથમ વખત કોરોનાના કેસ 200થી વધુ નોંધાયા છે નવા કોરોનાના 218 કેસ નોંધાયા છે.

ગીર સોમનાથમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા
ગીર સોમનાથમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા

By

Published : May 6, 2021, 10:57 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના રેકર્ડબ્રેક કેસ
  • જિલ્લામાં કોરોના નવા 218 કેસ નોંધાયા
  • જિલ્‍લામાં ગુરુવારે 1,931 લોકોનું રસીકરણ કરાયું

ગીર સોમનાથઃ કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસ દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ગુરુવારે ફરી કેસની સંખ્‍યામાં નોંઘપાત્ર વધારો નોંધાયો છે. જિલ્લામાં ગુરુવારે પ્રથમ વખત કોરોનાના કેસ 200થી વધુ નોંધાયા છે નવા કોરોનાના 218 કેસ નોંધાયા છે.

ગીર સોમનાથમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા

ક્યા કેટલા કેસ નોંધાયા?

જેમાં વેરાવળમાં 69, સુત્રાપાડામાં 15, કોડીનારમાં 35, ઉનામાં 52, ગીરગઢડામાં 15, તાલાલામાં 32 કેસ નોંધાયા છે. આજે જિલ્‍લામાં એક પણ દર્દીનું મૃત્‍યુ થયું નથી. જયારે સારવારમાં રહેલા 133 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ફરી ચાલુ છે. આજે ગુરુવારે સમગ્ર જિલ્લામાં 1,931 લોકોને વેક્સિન આપવામાં આવેલી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 73 હજાર 080 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે.

ગીર સોમનાથમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા

સુત્રાપાડા સીએચસી કેન્દ્રમાં ઓક્સિજન પ્‍લાન્‍ટ ઉભો કરવા જીએચસીએલ કંપનીનું 50 લાખનું અનુદાન

સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા સંવેદનશીલતા અને પ્રતિબધ્ધતા સાથે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ, કંપનીઓ હાલની સ્થિતિને પહોંચી વળવા મદદરૂપ થવા સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહી છે. ત્યારે સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રને જીએચસીએલ કંપની 50 લાખનું ઓક્સિજન પ્લાન્ટ માટે અનુદાન કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગના દેખરેખ હેઠળ આ પ્લાન્ટની કામગીરી કરવામાં આવશે. હાલ સુત્રાપાડા સીએચસીમાં 15 બેડ ઓક્સિજન સાથેની સુવિધા છે. આ પ્લાન્ટના મદદથી બેડની સુવિધામાં વધારો કરવામાં આવશે. જેનો સુત્રાપાડા અને આસ-પાસ ગામના જરૂરીયાતમંદ દર્દીઓને લાભ થશે.

ABOUT THE AUTHOR

...view details