- વેરો ના ભરનાર સામે વેરાવળ પાલિકાના આકરા પાણીએ
- 1 દિવસમાં 16 મિલ્કત કરી જપ્ત
- પાલિકાની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ
ગીર સોમનાથ: વેરાવળ પ્રભાસ પાટણ પાલિકાની ઝુંબેશ દરમિયાન બાકી રહેતી કરવેરાની રકમ ભરવા સૂચના અપાઈ હતી. આમ છતાં વેરાની રકમ ભરપાઈ ન કરતા 16 મિલકત જપ્ત કરવામાં આવી હતી જ્યારે અન્ય કેટલીક મિલ્કત સીલ કરવામાં આવી છે.
વધુ વાંચો:સુત્રાપાડામાં બાકી વેરા વસુલાત માટે નગરપાલિકાની કડક કાર્યવાહી, માંગણદારોની મિલકત સીલ કરાઈ
પાલિકાએ કરી કડક કાર્યવાહી
આ અંગે પાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાએ જણાવ્યા હતું કે, જેમના વેરા બાકી છે તેવા આસામીઓને પાલિકાના વિભાગ દ્વારા અનેકવાર નોટિસ આપી જાણ કરવામાં આવી છે. આમ છતાં આ આસામીઓએ આ વાત અંગે કોઇ ગંભીરતા ના દાખવતા અંતે કડક કાર્યવાહીની ફરજ પડી છે. આગામી દિવસોમાં બાકીદારો સામે ઝુંબેશના ભાગ રૂપે સતત કાર્યવાહી ચાલુ રહેશે માટે પાલિકાના બાકીદારોને વહેલી તકે બાકી વેરો ભરી જવા અનુરોધ કર્યો હતો.
વધુ વાંચો:પાલનપુર નગરપાલિકાએ વધુ 13 દુકાનોને સીલ કરી સ્થળ પર જ 1.30 લાખનો દંડ વસુલ