ગીર સોમનાથઃ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રની વિશેષ ફરજ બજાવી રહ્યું છે. કોડીનાર અને બોડીદર ગામમાં અમદાવાદથી આવેલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા કલેક્ટર અજયપ્રકાશ દ્વારા આ ગામને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ગામના વિસ્તારોને સીલ કરી અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગીર સોમનાથમાં કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 12,492 લોકોની તપાસ શરૂ કરવામાં આવી
ગીર સોમનાથમાં કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 12,492 લોકોના આરોગ્યની તપાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ તમામ લોકો કોડીનાર અને બોડીદર ગામનાં વતની છે.
ગીર સોમનાથમાં કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 12,492 લોકોની તપાસ શરૂ કરવામાં આવી
આરોગ્ય વિભાગ દ્વારા આ બોડીદર કલ્સ્ટરમાં આવતા 630 ઘરનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 3,166 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. આ સાથે ચજ બોડીદરમાં કોરોના શંકાસ્પદ 3 મહિલા અને 1 પુરૂષના સેમ્પલ લેવામાં આવ્યાં છે.
આ ઉપરાંત કોડીનાર કલ્સ્ટરમાં આવનારા 2023 ઘરોનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે અને 9,326 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. આ સાથે જ અહીંયાથી પણ કોરોના શંકાસ્પદ 4 મહિલા અને 6 પુરૂષ મળી કુલ 10ના સેમ્પલ લેવામાં આવ્યા છે.