ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડાંને પગલે ગીર સોમનાથ જિલ્લામાં 12000 લોકોને સ્થળાંતરિત કરાયા - તૌકતે સાઈક્લોન અપડેટ

ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠે આવેલા ગામોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે. આ ઉપરાંત, સ્થળાંતર પહેલા લોકોનું રેપીડ કિટ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયુ હતું. જે લોકો કોરોના ગ્રસ્ત હશે તેને કોવિડ સેન્ટર અને અન્ય લોકોને સ્કૂલ અથવા સાઇક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવામાં આવશે.

તૌકતે વાવાઝોડાંને પગલે ગીર સોમનાથ જિલ્લામાં 12000 લોકોને સ્થળાંતરિત કરાયા
તૌકતે વાવાઝોડાંને પગલે ગીર સોમનાથ જિલ્લામાં 12000 લોકોને સ્થળાંતરિત કરાયા

By

Published : May 16, 2021, 3:45 PM IST

  • 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી
  • સ્થળાંતર પહેલા લોકોનું રેપીડ કિટ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયુ
  • કોરોના ગ્રસ્ત લોકોને સ્કૂલ અથવા સાઇક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરાશે

ગીર સોમનાથ: અરબી સમુદ્રમાં સર્જાયેલા તૌકતે વાવાઝોડાંને લઈને ગીર સોમનાથના દરિયા કિનારે વસતા 24 ગામોના લગભગ 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે. જોકે, સ્થળાંતર પહેલા લોકોનું રેપીડ કિટ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયુ છે. ગામોની આશા વર્કરો ઘરે ઘરે જઈને શંકાસ્પદ લોકોને શોધી તેઓના ગામના કેન્દ્ર ખાતે ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે. જે લોકો કોરોના ગ્રસ્ત હશે તેને કોવિડ સેન્ટર અને અન્ય લોકોને સ્કૂલ અથવા સાઇક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવામાં આવશે.

તૌકતે વાવાઝોડાંને પગલે ગીર સોમનાથ જિલ્લામાં 12000 લોકોને સ્થળાંતરિત કરાયા

આ પણ વાંચો:તૌકતે વાવાઝોડાથી માછીમારોને બોટમાં નુકસાની થવાનો ભય

દરિયાના મોજા અને પવનના કારણે બોટોને ભારે નુકસાન

બીજી તરફ, આરોગ્ય વિભાગ અને આશા વર્કર્સ ગામડાઓમાં ઘરે ઘરે જઈ શંકાસ્પદ લોકોને બોલાવી કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે, જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમો જિલ્લાના બંદરો પર જઈને દરિયા કાંઠે વસતા લોકોની મુલાકાત લઈને સાવચેત કરી રહ્યા છે. માછીમારોના આગેવાનો સાથે બેઠક યોજી સતર્ક રહેવા અને ઓછામાં ઓછી નુકસાની થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે. મુળ દ્વારકાના માછીમારોની દરિયા કાંઠે લાંગરેલી બોટો હટાવાની સલાહ પણ આપી હતી. કારણ કે, દરિયાના મોજાની થપાટ અને પવનના કારણે બોટોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

તૌકતે વાવાઝોડાંને પગલે ગીર સોમનાથ જિલ્લામાં 12000 લોકોને સ્થળાંતરિત કરાયા

આ પણ વાંચો:તૌકતેનું તોળાતું સંકટ : બપોરે 12.00 વાગ્યા સુધીમાં પોરબંદર દરિયા કાંઠાની સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details