- જીજ્ઞેશ પરમારની ફરિયાદના આધારે પોલીસે 15થી 20 લોકો પર ગુનો નોંધ્યો
- ગુનામાં પોલીસ દ્વારા 11 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે
- પૂછપરછ બાદ બાકીના આરોપીઓને ઝડપવા કવાયત હાથ ઘરી
કોડીનાર: કોડીનાર તાલુકાના છાછર ગામે બે દિવસ પહેલાં રાત્રીના સમયે RSSના હોદ્દેદારો અને સ્વયંસેવકો પર ટોળાએ હુમલો કર્યો હતો. આ બનાવના ઘેરા પડઘા પડ્યા હતા અને જિલ્લાભરમાં બંધ, રેલી સાથે આવેદનપત્રો અપાયા હતા. આ બનાવમાં હાલ પોલીસે 11 શખ્સોને ઝડપી લીધા છે.
કોડીનારના છાછર ગામે RSSના સ્વયંસેવકો પર હુમલો કરનાર 11 આરોપીઓ ઝડપાયા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, 20 ફેબ્રુઆરીની રાત્રે કોડીનાર તાલુકાના છાછર ગામે RSSના હોદ્દેદારો અને સ્વયંસેવકો પર બનેલા બનાવ અંગે જીજ્ઞેશ પરમારની ફરિયાદના આધારે પોલીસે 15થી 20 લોકોના ટોળા પર જીવલેણ હુમલાનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓને પકડવા અને કડક કાર્યવાહી કરવા માટે ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકા મથકે રેલીનું આયોજન કરી આવેદનપત્રો આપવામાં આવ્યું હતું. આ ગુનામાં પોલીસ દ્વારા 11 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હાલ તેઓને કોવિડની ગાઇડલાઇન મુજબ ચેકઅપ બાદ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.
કોડીનારના છાછર ગામે RSSના સ્વયંસેવકો પર હુમલો કરનાર 11 આરોપીઓ ઝડપાયા 11 આરોપીઓને ઝડપી પાડ્યા
પકડાયેલા આરોપીઓમાં સબીર ઉર્ફે સબીરબાપુ રહેમાન જુણેજા (ઉ. 33), અફજલ ગફાર વાકોટ (ઉ. 21), રહીમ રખા વાકોટ (ઉ. 38), લાખો ઉર્ફે સાજીદ ઉર્ફે ઇરફાન ઇકબાલ વાકોટ (ઉ. 21), મજીદ ઉર્ફે રહીમ ભીખા વાકોટ (ઉ. 34), રીઝવાન મુક્તાર હુસેન નક્વિ (ઉ. 34), આબેદીન દાઉદ વાકોટ (ઉ. 24), અબ્દુલ રખા દયાતર (ઉ. 32), ઇકબાલ જમાલ ચૌહાણ (ઉ. 34), જાવિદ જમાલ ચૌહાણ (ઉ. 32) અને સલીમ જમાલ ચૌહાણ (ઉ. 36) સામેલ છે. જયારે બાકીના આરોપીઓને ઝડપવા કવાયત હાથ ઘરી છે.