ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ અપડેટ: રવિવારે 102 કોરોના પોઝિટિવ કેસ - કોરોના રસીકરણ

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યાં હતા. ઘણા દિવસો બાદ રવિવારે ફરી કેસોની સંખ્‍યામાં મામુલી ઘટાડો નોંધાયો છે.

રવિવારે જિલ્‍લામાં 3,675 લોકોનું કોરોના રસીકરણ કરાયું
રવિવારે જિલ્‍લામાં 3,675 લોકોનું કોરોના રસીકરણ કરાયું

By

Published : May 3, 2021, 9:43 AM IST

  • રવિવારે જિલ્‍લામાં 3,675 લોકોનું કોરોના રસીકરણ કરાયું
  • રસીકરણની કામગીરી પુરજોશમાં
  • રવિવારે ફરી કેસોની સંખ્‍યામાં નોંધાયો ઘટાડો

ગીર સોમનાથ: જિલ્લામાં રવિવારે 102 નવા કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 23, સુત્રાપાડામાં 11, કોડીનારમાં 20, ઉનામાં 23, ગીરગઢડામાં 12, તાલાલામાં 13 કેસો નોંઘાયા છે. રવિવારે જિલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયેલું નથી. આજે પ્રથમ વખત રેકોર્ડબ્રેક સારવારમાં રહેલા 115 દર્દીઓએ કોરોનાને માત આપી સ્‍વસ્‍થ થયા છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ઓક્સિજનની અછત દૂર કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ ઓક્સિજનની વ્‍યવસ્‍થા કરાવી

3,675 લોકોનું રસીકરણ પૂર્ણ

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 65 હજાર 510 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વધુ 3,675 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

કર્મચારીઓ કોરોનામુક્ત થતા ફરજમાં જોડાયા

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણમાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કોરોના સંક્રમણને અટકાવવા પગલા લેવામાં આવી રહ્યાં છે. લોકોએ પણ કોવિડની ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઇએ.

આ પણ વાંચો: વેરાવળમાં જિલ્‍લાકક્ષાની સિવિલમાં કોરોના રસીનો બીજો ડોઝ ખૂટ્યો, તંત્રએ ડોઝ શોર્ટેજની સ્‍થ‍િતિ સ્‍વીકારી

આરોગ્ય કર્મચારીઓ કોવિડની કામગીરી માટે ફરજ બજવી રહ્યાં છે

આરોગ્ય વિભાગનાં અધિકારી-કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. વેરાવળ અર્બન સેન્ટરના કર્મચારીઓ સારીયા ચેતન, સોલંકી ધર્મેશ, ચાંડપા જયદીપ, ચાવડા મુકેશ, રામચિરાગ, વાઢેર ઉતમ કોરોનાથી સંક્રમિત થતા તેઓ સારવાર મેળવી સ્વસ્થ થતા ફરી પોતાની આરોગ્ય ફરજ નિભાવી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ કોવિડની કામગીરી માટે ફરજ બજવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details