પુલવામાની ઘટના પછી હાલ 500થી વધુ માછીમારો કે જે પાકીસ્તાન જેલમાં બંધક હતા તેના પરિવારો વધુ ચીંતીત બન્યા હતા. તેવામાં 355 માછીમારોની મુક્તીના સમાચારે પરિવારમાં ખુશી ફેલાવી હતી. જેમાંથી આજે 355 પૈકીના બીજા તબક્કાના 100 માછીમારો વાઘા બોર્ડરથી ટ્રેનમાં બરોડા અને ત્યાંથી ફીશરીસ વિભાગની બસ દ્રારા માદરે વતન લવાયા હતા.
પાકિસ્તાને આજે 100 માછીમારો મુક્ત કર્યા, પરિવારોમાં ખુશીનો માહોલ - pulavama
વેરાવળ: પાકિસ્તાન સરકાર દ્રારા 355 માછીમારોને મુક્ત કરવાના નિર્ણય બાદ તે પૈકીના 100 માછીમારો તારીખ 12 એપ્રિલે મુક્ત થયેલા અને આજે બીજા તબક્કાના 100 માછીમારો માદરે વતન પહોચ્યાં હતા. ત્યારે પરિવારજનોમાં ખુશીના આંસુ વહ્યા હતા. પુલવામા ઘટના બન્યા બાદ સ્વજનો ચિંતિત બન્યા હતા. તે પેરાલિસિસ ગ્રસ્ત માછીમાર આખરે વતન પરત ફરતા પરિવારમાં હર્ષ અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
આ મુક્ત માછીમારો લોકશાહીના પર્વે પોતે મતદાન પણ કરી શકશે તેની તેમને ખુશી છે. સાથે હજુ બાકીના 155 માછીમારો પણ ટુંક સમયમાં આવી પહોંચશે ત્યારે બાકી માછીમારોના પરીવારો તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પ્રથમ વખત એક એવા માછીમારને મુક્ત કરવામાં આવ્યો છે કે જે પાકિસ્તાન નેવી દ્વારા પકડાયા બાદ પાકિસ્તાન જેલમાં પેરાલિસિસનો ગ્રસ્ત બન્યો હતો , તે માછીમાર માટે પાકિસ્તાનના ઇદી સરકાર દ્વારા વિલચેરની સુવિધા કરવામાં આવી હતી.
આ 100 માછીમારોમાંથી 84 માછીમાર ગીરસોમનાથના, નવસારીના 6, દીવના 5 પશ્ચિમ બંગાળના 4 અને ભાવનગરના 1 માછીમારનો સમાવેશ થાય છે.