ગુજરાત

gujarat

ETV Bharat / state

Zaveri Commission: ઝવેરી કમિશનનો રિપોર્ટ સીએમને સુપ્રત, સરકાર હવે કરશે મહત્ત્વનો નિર્ણય - zaveri commission Congress protest

ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવી કે ગ્રામ પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ શકી નથી અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે ઝવેરી પંચની ઓબીસી ની ગણતરી માટેની રચના કરી હતી ત્યારે અનેક મહિનાઓ બાદ ઝવેરી પંચનો રિપોર્ટ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી નિવાસ્થાન ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે.

Zaveri Commission: ઝવેરી કમિશનનો રિપોર્ટ સીએમને સુપ્રત, સરકાર હવે કરશે મહત્ત્વનો નિર્ણય
Zaveri Commission: ઝવેરી કમિશનનો રિપોર્ટ સીએમને સુપ્રત, સરકાર હવે કરશે મહત્ત્વનો નિર્ણય

By

Published : Apr 14, 2023, 7:19 AM IST

ગાંધીનગરઃગુજરાત રાજ્યમાં ઓબીસી સમુહ વસ્તીના ધોરણે SC અને ST સહિત 50 ટકા અનામતની મર્યાદામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ આપવા રચાયેલા રિટાયર્ડ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરી કમિશને 10 મહિને રીપોર્ટ સરકારને સોંપ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને આ રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો. વીતેલા દોઢ વર્ષમાં એકથી વધારે તબક્કે સ્થગિત રહેલી 7100 ગ્રામ પંચાયત, 42 નગર પાલિકા, 18 તાલુકા અને બે જિલ્લા પંચાયતમાં હવે ચૂંટણી માર્ગ મોકળો થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Gujarat Marine Area : પ્રથમ વાર દરિયાઈ સુરક્ષા અંગે આ રીતે યોજાઈ મિટિંગ, શિપમાં 14થી 15 કલાક સુધી મેળવ્યો તાગ

20 જિલ્લામાં વસ્તીઃગુજરાત રાજ્યના 33 જિલ્લામાંથી 11 અનુસુચિત જનજાતિ-STનું પ્રમાણ 70થી 98 ટકા સુધી છે. આવા જિલ્લામાં OBCની વસ્તી પાંચ ટકા કરતા વધારે ન હોય એવી ગ્રામ તાલુકા તથા જિલ્લા પંચાયતોની એક પણ બેઠક ઓબીસી માટે અનામત નહીં રહી શકે. 11 જિલ્લા સિવાય બાકીના 22 માંથી 10 જિલ્લામાં ઓબીસીની વસ્તી 62.56 ટકાથી લઈને 78.81 ટકા જેટલી થવા જઈ રહી છે. 12માંથી 10 જિલ્લાઓમાં ઓબીસીની વસ્તી 43.34 ટકાથી લઈને 54.42 ટકા થવા જઈ રહી છે. સુરત જિલ્લામાં 19.99 અને કચ્છમાં 38.07 ટકા છે.

ફાયદો શુંઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકારે દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સ્વતંત્ર પંચ એટલે કે ઝવેરી પંચની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને પ્રતિનિધિત્વ મળે તે હેતુસર પંચ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડીવાઈઝ અનામત પ્રમાણે નક્કી કરવા આ રિપોર્ટ માં સૂચનો લખ્યા છે. જેથી ઓબીસી સમાજનું નેતૃત્વ નું ભાવિ આ રિપોર્ટથી તૈયાર થશે.

આ પણ વાંચોઃ Digital Gram Panchayat : વલસાડના આ ગામને ડિજિટલ ગ્રામ પંચાયત જાહેર કરાયું

આવેદન અપાયું હતુંઃ તારીખ 11 એપ્રિલ 2023 ના રોજ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ રાજ્યપાલને ઝવેરી પંચના રિપોર્ટ બાબતે આવેદન પાઠવ્યું હતું. આ સાથે જ વાત કરવામાં આવે તો વિધાનસભાના સત્ર દરમિયાન પણ કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં અને ગૃહની બહાર વિરોધ પણ દર્શાવ્યો હતો. ઝવેરી પંચનો રિપોર્ટ પંચના નિવૃત્ત જસ્ટિસ એસ.કે ઝવેરીએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ ગૃહ દરમિયાન આક્ષેપ કર્યા હતા કે સરકાર દ્વારા જે ઝવેરી પંચની નિમણૂક કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ 90 દિવસમાં સરકારને રજૂ કરવાનો હતો.

મુદ્દત વધારીઃ એ પછી સરકારે સતત રિપોર્ટમાં જમા કરાવવા માટેની મુદત વધારવામાં આવી હતી. 12 માર્ચના રોજ કમિશનની મુદત પૂરી થઈ ગઈ હતી. ગુજરાતમાં 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી, 75 નગરપાલિકામાં અને 2 જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી થઈ શકતી નથી. ત્યારે હાલમાં વહીવટદારોનું રાજ છે. પરંતુ હવે રીપોર્ટ રજૂ થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સત્તાવાર જાહેર થશે.

ABOUT THE AUTHOR

...view details