- ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઝવેરચંદ મેઘાણીના 125મી જન્મજયંતીની ઉજવણી
- મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે બનશે મ્યુઝિયમ
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું વેબ પોર્ટલ લોન્ચ
ગાંધીનગર :આજે 28 ઓગષ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ આયોજનો કરવામાં આવ્યાં છે. તો સાથે શાળા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં 5 કરોડના ખર્ચે મેઘાણી મ્યુઝિયમ બનશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં 5 કરોડના ખર્ચે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ બવાવવામાં આવશે. આ મ્યુઝિયમમાં તેમના જીવન સાથે તેમની કૃતિમાં વર્ણવાયેલા વિવિધ પ્રસંગો દ્વારા ઝવેરચંદ મેઘાણી સાહિત્યને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવામાં આવે તેવું આયોજન થઇ શકે છે.
આ પણ વાંચો:રણછોડભાઈ મારૂની અનોખી મેઘાણી ભક્તિ, ઘરમાં જ બનાવ્યું મેઘાણીનું મંદિર