ગાંધીનગર:રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 3,300 જેટલી વિદ્યા સહાયકની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં વિદ્યા સહાયકો દ્વારા 12,500 જેટલી જગ્યાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તેવી મંગ કરવામાં આવી રહી છે. જેને લઈને છેલ્લા 15 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે અને 5 એપ્રિલના દિવસે થયેલ આંદોલનમાંયુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહિલા ઉમેદવારો (Provocation of Vidya Sahayak candidates)દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસે (Gandhinagar Police)ખોટી રીતે યુવરાજ સિંહની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે ફક્ત સાત સેકન્ડનો યુવરાજસિંહનો વિડીયો બહાર પાડ્યો છે. ત્યારે જે ઘટના બની તેના આગળના દસ મિનિટ અને પાછળના દસ મિનિટનો વિડીયો પણ પોલીસે જાહેર કરવો જોઈએ.
શું હતી સમગ્ર ઘટના -સમગ્ર ઘટના બાબતે વિદ્યા સહાયક ઉમેદવાર (Yuvrajsinh Jadeja Arrested)રૂપલ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજે ગેટ નંબર 4 પર અમે આંદોલન કરી રહ્યા હતા અને એક બહેન બેભાન થઈ ગયા હતા ત્યારે પોલીસે અમને ડિટેઇન કર્યા. પરંતુ પોલીસને અમે રિક્વેસ્ટ કરી હતી કે બહેનને હોસ્પિટલ લઇ જાવ પરંતુ પોલીસે (Vidya Sahayak Recruitment 2022) અમારી વાત માની નહીં ત્યારે અમે યુવરાજસિંહ જાડેજાને ફોન કરીને મદદ માટે બોલાવ્યા હતા. યુવરાજ અમારી મદદ માટે આવ્યા પરંતુ બહેનના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા નહીં જ્યારે ગાંધીનગર પોલીસ યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેના બદલામાં એક વીડિયો જાહેર કર્યો છે. જ્યારે આ વિડીયોના આગળના દસ મિનિટ અને પાછળના દસ મિનિટનો વિડીયો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે અને પોલીસે ખોટી રીતે યુવરાજસિંહ જાડેજા ઉપર કેસ દાખલ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.