ગાંધીનગરઃસુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના આગેવાનો અને યુવા નેતાઓ સહિતના કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા હતા. 100થી વધારે લોકોએ રાજીનામા ધરી દેતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી થયો હતો. રાજીનામું ધરી દેનાર લોકોમાં જિલ્લામાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખના પ્રમુખનો પણ સમાવેશ થાય છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP Pradesh Office Kamalam)ખાતે NSUI જિલ્લા પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા સાથે તેમના 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં(NSUI workers join BJP) જોડાયા છે. તેમજ કટોસણના ઠાકોર ધર્મપાલ સિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃરાજ્યના આ પ્રખ્યાત ડોક્ટરોને લાગ્યો કેસરિયો રંગ...
શું કહ્યું કોંગ્રેસના યુવા નેતાઓએ ? -કોંગ્રેસમાં ચાલતા (Factionalism in Congress)જૂથવાદ, પરીવારવાદ, દિશાહીન નેતૃત્વથી હતાશ થઇ વારંવાર રજૂઆત કરવા છતા યુવાઓના પ્રશ્નોને વાંચા ના મળતા. હતાશ અને નિરાશ થયેલા આ યુવાઓ ભાજપની રાજનીતિ સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહના રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ગુજરાત પ્રદેશના નેતૃત્વથી પ્રેરાઈકેસરિયો ધારણકરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃઅધ્યાપકો ભાજપમાં જોડાયાં : અધ્યાપકો ભાજપ પાસેથી ભણશે રાજનીતિના પાઠ, જૂઓ કોણ કોણ જોડાયાં
કોણ આકર્ષી રહ્યું છે કોંગ્રેસના યુવા નેતાઓને ? -બહુચરાજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજ, NSUI સુરેન્દ્રનગરના પ્રમુખ ધુવ્રજસિંહ ચુડાસમા તેમના 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. સીધી જ રીતે તેમને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટા નેતાઓનો હાથ છે.