ગુજરાત

gujarat

ETV Bharat / state

youth's own kidnapping drama: પૈસા મેળવવા યુવકે જાતે પોતાના અપહરણનું રચ્યું તરકટ

એક આંખ ઉઘાડનારો દાખલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાની કિડનેપિંગનું નાટક(youth's own kidnapping drama) કરીને માતા પાસે 10 લાખની માંગણી કરી( mother demanded Rs 10 lakh) હતી. યુવક જ્યારે કાર ચલાવતો હતો ત્યારે તેનાથી ત્રણ ગાડીઓને નુકશાન થયું હતું. તેના પરિવારે બે ગાડીના નુકસાનની ભરપાઇ કરી દીધી હતી. પરંતુ તેણે ત્રીજી ગાડી વિશે પરિવારને જાણ કરી ન હતી. જેને લઇને યુવકને નાણાની જરૂરિયાત હતી.

youth's own kidnapping drama: પૈસા મેળવવા યુવકે જાતે પોતાના અપહરણનું રચ્યું તરકટ
youth's own kidnapping drama: પૈસા મેળવવા યુવકે જાતે પોતાના અપહરણનું રચ્યું તરકટ

By

Published : Jan 15, 2022, 6:19 PM IST

ગાંધીનગર:સંતાનો માતા-પિતા પાસેથી પૈસા પડાવાવા કેવા તરકટ(What a waste of money) રચતા હોય છે. તેનો એક આંખ ઉઘાડનારો દાખલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાની કિડનેપિંગનું નાટક (youth's own kidnapping drama)કરીને માતા પાસે 10 લાખની માંગણી કરી હતી.

અપહરણનું રચ્યું તરકટ

યુવાકે પોતાની જાતને બનાવ્યો બંધક

ગાંધીનગરના 19 વર્ષીય યુવાને હોટલમાં રૂમ રાખીને બાથરૂમમાં પોતે હાથ બંધાયા હોય અને અપહરણ થયું હોય તેવો ફોટો પોતાની માતાને મોકલ્યો હતો. જેથી ગભરાયેલા માતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલકરીને યુવાનની શોધખોળ કરી હાથ ધરી હતી. જેમાં પોલીસને માલૂમ પડ્યું હતું કે, યુવકને પૈસાની જરૂર પડતા માતા પાસે 10 લાખ રૂપિય પડાવવા માટે આ તરકટ રચ્યું હતું.

આ પણ વાંચોઃEducation Minister Jitu Vaghani: સરકારની સંવેદનશીલતા, રાજ્યના શિક્ષણપ્રધાને લીધો નિર્ણય

શા માટે કરવું પડ્યું આવું કૃત્ય ?

આ યુવક જ્યારે કાર ચલાવતો હતો ત્યારે તેનાથી ત્રણ ગાડીઓને નુકશાન થયું હતું. તેના પરિવારે બે ગાડીના નુકસાનની ભરપાઇ કરી દીધી હતી. પરંતુ તેણે ત્રીજી ગાડી વિશે પરિવારને જાણ કરી ન હતી. જેને લઇને યુવકને નાણાની જરૂરિયાતહતી. જેમાં યુવકે પોતાની કિડનેપિંગનું નાટક કરીને માતા પાસે 10 લાખની માંગણી કરી હતી.
આ પણ વાંચોઃDakor Mandir Closed On Poshi Punam: પોષી પુનમે રાજાધિરાજ રણછોડરાયજીના દ્વાર ભાવિકો માટે રહેશે બંધ

ABOUT THE AUTHOR

...view details