ગાંધીનગરઃસમગ્ર રાજ્યમાં રવિવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પરીક્ષા પહેલાં જ પેપર લીક થતાં સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે આ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને ઉતર્યા છે. તેમણે ATS દ્વારા પકડાયેલા આરોપીઓની કુંડળી ખોલી નાખી હતી. ત્યારે આવો જાણીએ શું કહ્યું તેમણે.
યુવરાજસિંહે કર્યા આક્ષેપઃ ગુજરાત ATSની ટીમે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઝડપાયેલા આરોપીઓ અન્યપ પેપરલીક કૌભાંડમાં પણ સંડોવાયેલા હોવાનું તથા કેન્દ્રિય પરીક્ષામાં પણ તેઓ પેપર લીક કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. પેપરલીક કાંડમાં જોડાયેલા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તેની માહિતી જાહેર કરી હતી. ઉપરાંત કેવી રીતે પેપર લીક થાય છે તેની માહિતી જાહેર કરી હતી.
પેપરલીક બાબતે CBI તપાસની માગઃયુવા નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી સમયમાં પેપર લીક જેવી ઘટના ન બને તે માટે જૂનિયર કલર્કની પરીક્ષા પેપર લીક કરનારાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. ઉપરાંત આ પરીક્ષાના કેટલાક પુરાવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં કડકમાંથી કડક કાયદો ઘડે તેવી માગણી પણ કરી છે.
આરોપીઓએ પેપર લીક કેવી રીતે કર્યા જાણોઃયુવા નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદની ગર્લ્સ પોલિટેકનિક કોલેજના સેન્ટર પર સાબરકાંઠાના પરીક્ષાર્થી ભૂવન ચૌધરી પાસેથી પ્રશ્નપત્રની નકલ જોઈ હતી, જે અંગેની ફરિયાદ ભાવનગરના એક વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીને કરી હતી.
રેવન્યૂ તલાટીની પરીક્ષા 2014ઃયુવા નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, રેવન્યૂ તલાટીની પરીક્ષા 4 જુલાઈ 2015માં 1,500 જગ્યા માટે યોજવાની હતી, જેમાં 8 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે સમયના ભાજપના સક્રિય આગેવાન અને સ્માર્ટ એકેડેમી ડોક્ટર કલ્યાણ સિંહ દ્વારા તલાટીમાં પાસ કરાવવા 10 લાખ રૂપિયાની ઉઘરાણી કરાતા એસ.ઓ.જીએ 1.43 કરોડ સાથે પકડ્યા હતા. આ વ્યક્તિ પાસેથી આંબાવાડી ફ્લેટમાંથી 88 પ્રવેશપત્રોની 5 નંગ કોપી મોબાઈલ મળી આવ્યા હતા. તેમ જ તેમનો સાથીદાર ઉમેશ શાહ હતો, જે ફ્લેટ પર હાજર હતો.
વર્ષ 2016-17 તલાટી કમ મંત્રીઃયુવા નેતાએ આક્ષેપ કર્યો હતો કે, ગ્રામ પંચાયત તલાટીની 2,480 જગ્યાઓ માટે વર્ષ 2016માં ભરતી પરીક્ષા યોજવાની હતી. જેતે સમયના પંચાયતી પસંદગી મંડળના ચેરમેન ડિરેક્ટર ગિરીશ શર્માએ 7 જિલ્લા જેવા કે સાબરકાંઠા, ગાંધીનગર, ભાવનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી અને જામનગરની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું. આ 7 જિલ્લાઓમાંથી વોટ્સએપ પર પર પેપર સેટ થયું હતું તથા પ્રાથમિક તપાસમાં સાબરકાંઠાના ઉમેદવારના માર્ક્સ 90થી 99 વચ્ચે રહેતા તમામ જિલ્લાઓમાંથી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પંચાયતપ્રધાન અને જેતે વિભાગના જિલ્લા ડીડીઓ સમગ્ર પ્રકરણ જાણતા હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ કરી નહતી.
રાજ્ય પરીક્ષા બોર્ડમાં ગેરરીતિઃતેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2017-18 રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરમાં થઈ હતી. આ પરીક્ષા 27 જાન્યુઆરી 2019ના દિવસે યોજાઈ હતી. રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનના અંગત વ્યક્તિ સંજય ચૌધરીએ આ પેપર ગુડગાવંથી લાવી સંતોષ નામના વ્યક્તિને પેપર આપ્યું હતું. ત્યારબાદ આ પેપર અરવિંદ પટેલ કે જેતપુર અને અવધેશ પટેલ ધનસુરા સુધી પહોંચ્યું હતું. આ લોકો વચેટીયા મનહર પટેલ, જતીન પટેલ, અરવિંદ પટેલ, વિષ્ણુ પટેલ, જીતુ પટેલ, અવિનાશ પટેલ ઉમેદવારો સુધી અંદાજિત 2 કરોડ રૂપિયાથી વધુની રકમનો વહીવટ કર્યો હતો. આ લોકો 48 ઉમેદવારોને અમદાવાદ પાસેના હોટલમાં રોક્યા હતા અને પેપરનો સોદો કરવો હતો. તેના પાછળ કોઈ કાર્યવાહી હજી સુધી થઈ નથી.
લોકરક્ષક ભરતીનું પેપર લીકઃતેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બર 2018ના દિવસે 6,189 જગ્યાઓ માટે કુલ 9 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કર્ણાટકની ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પેપર લીક થયું હતું. આ પ્રેસ ખૂબ જ મોટા રાજકીય આગેવાનની હતી. આ પેપરની કોપી પહેલા દિલ્હી ખાતે પહોંચી હતી. ત્યારબાદ આ પેપર યશપાલસિંહ સોલંકી (રહે. વડોદરા વીએમસી)માં નોકરી કરતા હતા. તેમ જ વીએમસીની ઝેરોક્સનો કોન્ટ્રાક્ટ એના દ્વારા બીજા સુધી પહોંચ્યો હતો. યશપાલસિંહે રૂપલબેન શર્મા, પદ્માવતીબેન ગાંધીનગર શ્રીરામ ફ્લેટમાં મનહર પટેલ બાયડ, પી. વી. પટેલ પીએસઆઇ ગાંધીનગર, મુકેશ મુરુભાઈ ચૌધરી વડગામ, સુદર્શન (ભાજપનો નેતા) આરોપી તરીકે તમામ લોકો સામે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં જેતે સમયે ફરિયાદ નોંધાઈ હતી. તેમના મદદગાર જયેશભાઈ તથા જયેન્દ્ર રાવલ છૂટા ફરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની સજા થઈ નથી.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાઃયુવરાજસિંહે જણાવ્યું હતું કે, બિનસચિવાલય ક્લર્કની પરીક્ષા માટે કુલ 391 જગ્યાઓ માટે 10 લાખ જેટલા ફોર્મ ભરાયા હતાય આ પરીક્ષા 17 નવેમ્બર 2019ના દિવસે યોજવાની હતી. અમદાવાદ ખાતેના દાણીલીમડા સ્કૂલ ખાતેની પ્રવીણ શિવદાન ગઢવીએ પેપર ફોડ્યું હતું. તેમ જ સાથીદાર લખવીન્દરસિંહને આપ્યું હતું. આ બાબતે ગાંધીનગર સેક્ટર 7 ખાતે એફઆઇઆર કરવામાં આવી હતી. તમામ આરોપીઓને સજા થઈ નથી, જે ખૂબ ગંભીર બાબત છે, જેમાં આ પરીક્ષામાં 40 વધુ સેન્ટર ઉપરથી થયેલા માર્ક સીટિંગની ફરિયાદ પણ લેખિત રજૂઆત સરકારને કરી હતી. સેન્ટરો ઉપર રદ કરવા અરજી કરેલી હતી તેના આધાર પૂરાવા પણ રજૂ કરવામાં આવેલા છે.
હેડ ક્લર્કની પરીક્ષાઃ12 ડિસેમ્બર 2021ના દિવસે 186 જગ્યાઓ માટે 2.50 લાખ ઉમેદવારોએ ક્લર્કનું પેપર જેતે સમયે સૂર્યના માલિક મુકેશ પુરોહિતમાંથી લીકેજ કરી ફરિયાદ નંબર આચાર્યે ફરિયાદના આરોપી નંબર 2 મંગેશે શેર કરી આપી હતી. આ પેપર નોકરી કરતા આરોમ દિપક પટેલને અને 7 લાખમાં આપેલા આ પેપર દીપક પટેલ 9 લાખમાં દેવલ પટેલ અને જયેશ પટેલને પેપર આપેલું હતું.
સબ ઓડિટરની પરીક્ષાઃસબ ઓડિટરની 320 જગ્યાઓ 2021માં પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષામાં અગાઉ દિવસે ધોળકા ખાતે સુરભિ સોસાયટીમાં ભાસ્કર ચૌધરીએ 31 ઉમેદવારો પેપર આપ્યા હતા. જ્યારે ચોટીલાના મથૂર આ લોકોની ત્યાં લાવ્યો હતો. ત્યાં પોલીસ દ્વારા તમામ ચૌધરી વિદ્યાર્થીઓ તથા મકાન માલિક સામે કાર્યવાહી કરી ધોળકા પોલીસ સ્ટેશન મતલબ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાં ફરિયાદમાં ચંદુ ગોહિલ તથા જેસંગભાઈ ગોહિલ અને સાથે પાલીતાણાનો વતની દાનાભાઈ ખોડાભાઈ ડાંગરનું નામ અને FIRમાં સામેલ હતા. દાનાભાઈ ખોડાભાઈ ડાંગર દ્વારા ઘનશ્યામ ખેડા ફી ડાંગર પ્રદીપભાઈ જેટલા ઉમેદવારોની બાદલ બગોદરા ધંધુકા હાઈવે પર આવેલા મેરુવિહાર લોલીયા ખાતે પીપલ સોલ્વ કરાવેલું હતું. તેવી વિદ્યાર્થીઓ જોડેથી માહિતી મળી એ તમામ પાસ થયેલા છે. ઉપરાંત મુખ્ય સેવિકામાં પરીક્ષા મુખ્ય સેવિકાના પેપરના દિવસે પેપર પૂર્ણ થતા વિદ્યાર્થીઓ દ્વારા સરકારની ગેરરીતિ બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી. નાયબ ચિટનીશ વર્ષ 2016 નાયબ ચિટનીશ પેપર અને વન રક્ષકની કુલ 324 જગ્યાઓ માટે 5 લાખ 60 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મહેસાણા ખાતે ઊર્જાના તાલુકાની સ્કૂલમાં 12 વાગ્યે પેપર ચાલુ થતાં આપાત ચોક્કસ દિશામાં દ્વારા પેપર સોલ્યુશન દ્વારા શાળાના લેટરપેડ ઉપર કરી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતાં
સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિઃયુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુમાં આક્ષેપ કરતા નિવેદન કર્યું હતું કે, વર્ષ 2014થી વર્ષ 2023 સુધી સરકારી ભરતીમાં ગેરરીતિ કરવામાં આવી છે. જ્યારે સરકારી ભરતીમાં ગેરરીતિ કરનારા આરોપીઓના નામની પણ તેમણે જાહેરાત કરીને આક્ષેપ કર્યા હતા. જ્યારે આરોપીઓના વગદાર લોકો સાથેના તાર જોડાયેલા છે, જ્યારે નિશાંત એક આરોપી છે અને સરકારના ઉચ્ચ અધિકારી સાથે તેનો બોળો દબદબો છે. ઉપરાંત શશિકાંતસિંહએ પોતાનો વગ નો ઉપયોગ કરીને ભાસ્કર ચૌધરીને તિહાર જેલમાંથી મુક્ત કરાવ્યા હોવાનો પણ આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. આ ઉપરાંત ભાસ્કર ચૌધરી કેતન બારોટ અને હાર્દિક શર્મા કેન્દ્ર સરકારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી ઓનલાઈન પરીક્ષામાં પણ ગેરિતીમાં સંડોવાયેલાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે અવિનાશ પટેલના પત્ની અને અન્ય પરિવારના સભ્યો પણ ગેરરીતિ થી પરીક્ષામાં પાસ થયા હોવાના આક્ષેપ જાડેજા એ કર્યા હતા આમ ગુજરાત સરકારે વર્ષ 2014 પછીની તમામ ભરતી પરીક્ષાની તપાસ સીબીઈ કરાવે તેવી પણ માગ કરી હતી આ ઉપરાંત આરોપીઓએ પેપર કાંડ કરીને છેલ્લા ચાર વર્ષમાં 10 કરોડ રૂપિયા કરતાં પણ વધુની પ્રોપર્ટી વસાવી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.