ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યાજનું ચક્ર વધુ એક યુવાનને મોતના મુખે લઈ ગયું, કોલવડાના યુવાનની સ્યૂસાઇડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી

વ્યાજનું ચક્ર હંમેશા મોત તરફ લઈ જાય છે, તેવી જ એક ઘટના ગાંધીનગરના કોલવડા ગામે યુવાને કરેલા આપઘાત મામલે સમગ્ર વ્યાજ ચક્રની ઘટના સામે આવી છે. આ મામલે યુવાને આત્મહત્યા કરતા પહેલાં લખેલી સ્યૂસાઇડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

વ્યાજનું ચક્ર વધુ એક યુવાનને મોતના મુખે લઈ ગયું
વ્યાજનું ચક્ર વધુ એક યુવાનને મોતના મુખે લઈ ગયું

By

Published : Sep 19, 2020, 5:19 PM IST

ગાંધીનગર: જિલ્લાના કોલવડા ગામમાં રહેતા રાજેન્દ્ર વાઘેલાએ 16 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, ત્યારબાદ પોલીસ તપાસમાં રાજેન્દ્ર વાઘેલાના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આઠ શખ્સોના ત્રાસથી તેઓએ આપઘાત કર્યો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. રાજેન્દ્ર વાઘેલાએ ઘણા શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જેમાં તેઓ દર મહિને 1.50 લાખનું વ્યાજ ચૂકવતો હતો, વ્યાજ ચૂકવતો હોવા છતાં પણ વસુલી કરવાવાળા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ત્યારે હવે સુસાઇડ નોટના આધારે ગાંધીનગર પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વ્યાજનું ચક્ર વધુ એક યુવાનને મોતના મુખે લઈ ગયું

આત્મહત્યા કાંડમાં કેટલા લોકોના નામ સામે આવ્યા છે જેમાં, રણજીત સિંહ વાઘેલા, પ્રતાપ સિંહ વાઘેલા, સંજય પ્રજાપતિ (65 લાખ ધિરાણ), કનું વિહોલ (24 લાખ ધિરાણ), જીવણ ઠાકોર (4.50 લાખ ધિરાણ), જય શાહ (4 લાખ ધિરાણ), સાગર સુથાર (10 લાખ ધિરાણ) રોનક કોઠારી (4 લાખ ધિરાણ) આ તમામ લોકોને વાઘેલાને પૈસા આપ્યા હતા, જ્યારે તેઓએ પણ એક કરોડથી વધુ રકમની ઉઘરાણી બાકી હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે ગાંધીનગર DySP એમ.કે.રાણાએ જણાવ્યું કે, રાજેન્દ્રસિંહ વાઘેલા આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલા રણજિતસિંહ પ્રભાતસિંહ તેમને ખૂબ જ હેરાન કર્યા હતા. તેમની ગાડી પણ જપ્ત કરી દીધી હતી અને જો તેઓ વ્યાજ નહીં ચુકવે તો તેમનું મકાન પણ પચાવી પાડી લેવાની ધમકી આપી હતી.

આ ઘટનામાં રાજેન્દ્ર વાઘેલા બે વ્યક્તિ પાસેથી ઉછીના વ્યાજે પૈસા અને અન્ય છ વ્યક્તિઓને વ્યાજે પૈસા આપ્યા હતા. ત્યારે સમગ્ર વ્યાજ ઉઘરાણી મામલે અને મકાન પચાવી પાડવાની ધમકીને લઈને છેલ્લા છ મહિનાથી અસ્વસ્થ રહેતા રાજેન્દ્ર વાઘેલાએ મોતને વહાલું કરી છે. ત્યારે પોલીસે પણ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details