ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Bhupendra Patel in Tapi : આદિવાસી પરિવાર સાથે લીધું પરંપરાગત ભોજન, સીએમે શી પ્રતિક્રિયા આપી જૂઓ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે

આજે વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદિવાસી વાનગીઓની લિજ્જત માણી હતી. તેઓ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગામમાં આદિવાસી પરિવારના મહેમાન બન્યાં હતાં અને સાથે બેસી ભોજન કર્યું હતું.

CM Bhupendra Patel in Tapi : આદિવાસી પરિવાર સાથે લીધું પરંપરાગત ભોજન, સીએમે શી પ્રતિક્રિયા આપી જૂઓ
CM Bhupendra Patel in Tapi : આદિવાસી પરિવાર સાથે લીધું પરંપરાગત ભોજન, સીએમે શી પ્રતિક્રિયા આપી જૂઓ

By

Published : Aug 9, 2023, 9:13 PM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની આગવી સહજતા વધુ એકવાર જોવા મળી છે. સીએમ ભૂપેન્‍દ્ર પટેલ આજે વિશ્વ આદિવાસી દિવસે તાપી જિલ્લાના પ્રવાસે હતાં. જ્યાં તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ લાભાર્થી બહેનના ઘરે તાપી જિલ્લાના અસ્સલ આદિવાસી જમણનો સ્વાદ માણતાં નજરે પડ્યાં હતાં. તેમને ભોજનમાં મિલેટ વાનગીઓ પીરસવામાં આવી હતી.

ભોજન એટલું સ્વાદિષ્ટ હતું કે પેટ ભરાયું પણ મન ન ભરાયું. બહેનોએ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. આવા જમણ માટે તો મારે હંમેશા તાપીમાં જ આવવું પડશે. ભૂપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન)

મારી માટી મારો દેશ : વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની આગવી સરળતા અને સહજ મૃદુ સ્વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી.સીએમ ભૂપેન્‍દ્ર પટેલ આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન લેવા સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થી સોનલબહેન પવારનાં ઘરે ગયા હતાં.

આદિવાસી પરિવારના મહેમાન બની સાથે ભોજન કર્યું

મુખ્યપ્રધાનેે કઇ વાનગીઓ આરોગી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતાં.

આદિવાસી ભોજનની પ્રશંસા : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોનલબહેનના નિવાસસ્થાને તેમના પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન લીધું હતું. જેમાં તાપી જિલ્લાના અસલ આદિવાસી ભોજનનો આસ્વાદ માણ્યો હતો. સોનલબહેને મુખ્યપ્રધાન માટે આદિજાતિ ભોજન થાળીમાં જાડા ધાન્ય કહેવાતા મિલેટ્સની વાનગીઓ ભાવથી પીરસી હતી. જેનો આસ્વાદ માણીને સીએમ ભૂપેન્‍દ્ર પટેલે પણ આ આદિવાસી ભોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી. આવા અતિ સ્વાદિષ્ટ અને જાડાધાનની વાનગીઓ વાળા જમણનો સ્વાદ માણવા હંમેશા તાપી આવવું પડશે એવો અહોભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાનની સરળતા સૌને ગમી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ લાભાર્થી સોનલ બહેને પીએમજેવાય - PMAY - માં મળેલા આવાસને પોતાની બચતમાંથી સજાવ્યું છે તે અંગેની વિગતો પણ સોનલબહેન અને પરિવારજનો સાથેની વાતચીતથી જાણી હતી. મુખ્યપ્રધાનની આવી નિખાલસતા, મૃદુતા અને આદિજાતિ પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન લેવાની સરળતા સૌને સ્પર્શી ગઈ હતી.

  1. Tapi News : તાપીના છેવાડાના તાલુકાની મુલાકાતે આવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કઇ કઇ ગતિવિધિ કરી જૂઓ
  2. CM Bhupendra Patel સાસરીના ગામ સાલડીમાં ખીલ્યાં, કહ્યું 'વિકાસ બરાબર કરજો'
  3. Vibrant Gujarat Global Summit 2024 : ગાંધીનગરમાં 4 એમઓયુ, નેનો યુરિયા, સિમેન્ટ અને ટેક્સટાઇલ સેક્ટરમાં 1113 કરોડનું રોકાણ

ABOUT THE AUTHOR

...view details