- 20,000 સરકારી શાળાઓનું આમૂલ રુપાંતરણ કરવામાં આવશે
- વૈશ્વિક સુવિધાઓ આપવા માટે વર્લ્ડ બેંકની મિશન ટીમ રાજ્યની મુલાકાતે
- વર્લ્ડ બેંકની મિશન ટીમે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સાથે કરી મુલાકાત
ગાંધીનગર : એકવીસમી સદી એટલે જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને(dream of a better India) સાકાર કરવા માટે તેમજ બદલતા સમય સાથે વિશ્વસ્તરીય તમામ શૈક્ષણિક સુવિધાઓ(Educational facility) બાળકો સુધી પહોંચાડવા માટે ગુજરાત શિક્ષણ વિભાગ(Gujarat Education Department) દ્વારા 'મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ'(Mission Schools of Excellence) દ્વારા આવનારા પાંચ વર્ષમાં રાજ્યની લગભગ 20,000 સરકારી શાળાઓનું આમૂલ રુપાંતરણ કરવામાં આવશે.
90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણની તમામ સુવિધાઓનો લાભ મળશે
આ મિશન અંતર્ગત અદ્યતન માળખાકીય સુવિધાઓ અને અધ્યયન અધ્યાપન નિષ્પતિઓ આધારિત વૈશ્વિકસ્તરનું શિક્ષણ પુરું પાડવામાં આવશે. વર્લ્ડ બેંક (WB) અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા આશરે 8,000 કરોડના ફંડીંગ દ્વારા લગભગ રાજ્યના સરકારી શાળામાં(Government schools) ભણતા 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણની તમામ સુવિધાઓનો લાભ મળશે. જેની શરુઆતના ભાગરુપે વર્લ્ડ બેંકની મિશન ટીમ દ્વારા રાજ્યની પ્રથમ ચાર દિવસની મુલાકાત તા.23 થી 26 નવેમ્બર, 2021 સુધી રહશે.