અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદને પ્રથમ પસંદગી તરીકે વર્લ્ડ બેન્ક દ્વારા આ લોન (World Bank loan to Ahmedabad)આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ સંદર્ભમાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજનકરવામાં આવ્યું હતું.
વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ હાજર -શહેરી વિકાસ રાજ્યકક્ષાના (Chief Minister Bhupendra Patel)પ્રધાન વિનોદ મોરડીયા, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ મેસ્કરીન બરહાને, રોલેન્ડ વ્હાઇટ તથા હર્ષ ગોયલ તેમજ મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા આ બેઠકમાં સહભાગી થયા હતા.
સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે લોન -રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ (Loan to Ahmedabad by World Bank)પ્રોગ્રામ અન્વયે સસ્ટેઇનેબલ અને સમયાનુકુલ વિકાસ કામો ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેકટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃઅમદાવાદ કોર્પોરેશને 3 હજાર કરોડની લોન, વર્લ્ડ બેંકના 10 અધિકારી બન્યા મહેમાન
2050ની જરૂરિયાતને ધ્યાને રાખીને પ્રોજેક્ટ -અમદાવાદ શહેરની આગામી 2050ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે. વર્લ્ડ બેન્ક દ્વારા રૂપિયા 3,000 કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ્સ હાથ ધરવાના થાય છે. તેમાં હયાત એસ.ટી.પી.ની કેપેસિટીમાં વધારો અને ટેક્નોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પી.ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલીંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે.
વર્લ્ડ બેંકની ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદમાં -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કામો ત્વરાએ શરૂ કરી સમયસર પૂર્ણ કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. વર્લ્ડ બેન્કની ટીમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા. વર્લ્ડ બેન્કની આ ટીમ તા.13 એપ્રિલ સુધી અમદાવાદમાં છે તે દરમિયાન મહાપાલિકાના આ પ્રોજેકટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ તેના આધારે આગામી જુલાઇ 2022 સુધીમાં લોન અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અમદાવાદ મહાનગરપાલિકાને આ લોન અપાશે.
આ પણ વાંચોઃઅમદાવાદ મહાનગર પાલિકાને મહત્વપૂર્ણ કામો માટે વર્લ્ડ બેંક 3 હજાર કરોડની લોન આપશે