ગુજરાત

gujarat

ETV Bharat / state

કામકાજ સલાહ સમિતિ બેઠક યોજાઇ : કોંગ્રેસે 7 દિવસીય સત્રની માગ કરી, પણ 2 દિવસ જ યોજાશે ચોમાસુ સત્ર

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી સપ્તાહમાં મળશે. નવા સીએમ અને નવા પ્રધાનમંડળવાળી ભાજપ સરકારનું આ પહેલું સત્ર પણ બની રહેશે. 27 અને 28 એમ બે દિવસ આ સત્ર મળશે અને તેમાં કુલ 4 બિલ રજૂ કરવામાં આવશે.

વિધાનસભા
વિધાનસભા

By

Published : Sep 26, 2021, 10:41 AM IST

  • 27 અને 28 સપ્ટેમ્બરના રોજ યોજાશે ચોમાસુ સત્ર, કુલ 4 બિલો રજૂ કરાશે
  • 2 દિવસ સત્રમાં કોંગ્રેસ સરકાર પર કરશે અનેક આક્ષેપ
  • પ્રથમ દિવસે ઉપાધ્યક્ષની ચૂંટણી, કાર્યકારી અધ્યક્ષ દુષ્યંત પટેલ યોજશે ચૂંટણી

ગાંધીનગર : આજે ભાજપના ધારાસભ્યોના દળની બેઠક મળનાર છે ત્યારે આ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે, ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળનાર છે ત્યારે વિધાનસભાની કામગીરી શરૂ થાય તે પહેલા ભાજપના ધારાસભ્ય દળની આ બેઠક યોજાઈ રહી છે, તે ખુબ મહત્વની માનવામાં આવે છે.ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 27 અને અને 28 સપ્ટેમ્બરના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસા સત્રની કામગીરીને લઇને વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જીતુ વાઘાણી અને વિપક્ષમાંથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી શૈલેષ પરમાર હાજર રહ્યાં હતાં.

કોંગ્રેસ દ્વારા 7 દિવસના સત્રની કરાઈ હતી માગ

કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સાત દિવસના ચોમાસા સત્રની માગ કરવામાં આવી હતી. જેમાં કોરોનાનાં મૃત્યુ થયાં છે તેમના પરિવારને 4 લાખની સહાય તથા જાહેર જનતાના અન્ય પ્રશ્નોને લઈને ચર્ચા કરવાની હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લઈને વિપક્ષ દ્વારા સાત દિવસના ચોમાસા સત્રની માગ કરવામાં આવી હતી. પરંતુ અંતે બેઠક બાદ ચોમાસુ સત્ર બે દિવસમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૃહમાં કયા કામકાજ યોજાશે

વિધાનસભાના ચોમાસુ સત્ર બાબતે ભૂપેન્દ્ર પટેલની સરકારના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે બે દિવસીય ચોમાસુ સત્રમાં પ્રથમ દિવસે પંચાયતની ચૂંટણી પ્રશ્નોત્તરી ચોક્કસ લેખો ઉપાધ્યક્ષની ચૂંટણી બીલ નંબર 21 22 તથા બીજા દિવસે પ્રશ્નો અને બાકીના બ્લોક વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. જ્યારે છેલ્લા દિવસનો ખાસ પ્રસ્તાવ પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસે કરેલા સાત દિવસના સત્રની ડીમાન્ડ પર જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વધું કામકાજ ન હોવાના કારણે બે દિવસીય અને નિયમ પ્રમાણે જ ચોમાસુ સત્રના આયોજન કરવામાં આવ્યું છે.

સરકારે કોરોના મૃતકો માટે જાહેર નથી કરી રકમ

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકો માટે રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની સહાયની રકમ જાહેર કરી નથી. કેન્દ્ર સરકારે 50,000 રૂપિયાની સહાય જહેર કરી છે, તો રાજ્ય સરકાર પણ પોતાની રીતે ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરે. જેના જવાબમાં કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ફક્ત આક્ષેપ કરી રહી છે. તેમણે રાજ્ય સરકાર તમામ કામગીરી યોગ્ય રીતે કરી રહી હોવાનું પણ નિવેદન આપ્યું હતું.

ઉપાધ્યક્ષની ચૂંટણી થશે

કામકાજ સલાહકાર સમિતિના સભ્ય અને કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ ઉપાધ્યક્ષ અને અધ્યક્ષની ચૂંટણી બાબતે જણાવ્યું હતું કે હંમેશા શાસક પક્ષ સભ્ય અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે ત્યારે પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યે ફોર્મ ભર્યું છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડે ફોર્મ ભર્યું છે. આમ સર્વાનુમતે કાર્યકારી અધ્યક્ષ દુષ્યંત પટેલ દ્વારા વિધાનસભાગૃહમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે અને બહુમતીના જોરે તેમની નિમણૂક કરવામાં આવશે. રૂપાણી સરકારના રાજીનામાં બાદ તમામ કેબિનેટ સ્તરના મંત્રીઓથી લઈને મુખ્યપ્રધાન સુધી તરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમા નવનિયુક્ત મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં કેટલા નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, હવે ભૂપેન્દ્ર સરકારનો કાર્યકાળ શરૂ થયો છે ત્યારે તેમાં કેટલાક પ્રધાનોને વિધાનસભાની કામગીરીનો કોઈ પણ જાતનો અનુભવ નથી, ત્યારે આજે મળનાર ધારાસભ્ય દળની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details