ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. રાઠૌરે જણાવ્યું કે, સુરત મેટ્રો રેલ માટે જરૂરી ડીટેલ્ડ ડિઝાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. સરથાણાથી ડ્રિમ સીટી 21.61 કિ.મી.માં 14 એલીવેટેડ સ્ટેશન રહેશે. તથા ભેંસાણથી સરોલી 18.74 કિ.મી.માં 18 એલીવેટેડ સ્ટેશન રહેશે. સુરત મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-2020માં શરૂ થશે. અને જુન-2024માં પૂર્ણ કરવામાં આવશે. તેમજ આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવામા આવશે.
સુરતમાં 40 કિ.મી.ના મેટ્રો ટ્રેનની કામગીરીનો આરંભ, આટલા સમયમાં શરુ થઈ શકે છે કામ - surat metro news
ગાંધીનગર: સુરત મેટ્રો રેલ માટે ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. 12020.32 કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-2019માં ભારત સરકારે મંજૂરી આપી દીધી હતી. જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારે સુરત શહેરમાં મેટ્રો ટ્રેનને લઈને આપેલી મંજૂરી બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સુરતમાં વર્ષ 2024 સુધી મેટ્રો ટ્રેનને દોડતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કાના 40.35 કિ.મી.ના રુટના કામનો આરંભ આગામી જૂન મહિનામાં કરવામાં આવશે.
![સુરતમાં 40 કિ.મી.ના મેટ્રો ટ્રેનની કામગીરીનો આરંભ, આટલા સમયમાં શરુ થઈ શકે છે કામ સુરત મેટ્રો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5312438-thumbnail-3x2-surat.jpg)
મેટ્રો રેલ કામગીરી માટે સુરત વિસ્તારમાં કુલ 40.35 કિ.મી લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ બેઠકમાં ચર્ચા-વિમર્શ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, સુરત મેટ્રો રેલ માટે “Environmental Impact Assessment” (EIA) અને “Social Impact Assessment” (SIA) ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેકટને પરિણામે સુરત ‘‘માસ રેપિડ ટ્રાન્સપોર્ટ’’ સુવિધાથી જોડાશે. શહેરના નાગરિકોને સરળ પરિવહન સેવા મળશે. તેમજ વાયુ પ્રદૂષણ અટકશે અને માર્ગ પરનું ભારણ તથા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે.