ગાંધીનગરઃ દહેગામ તાલુકાના મોટી મોરાલી ગામમાં પિતરાઇ ભાઇઓનો ઝઘડો થયો હતો. મહિલાની ચાલચલગત બાબતે લાકડીયો ઉઠી હતી. જેને લઇને પરિવારની મોભી મહિલા બંને ભાઈઓને છોડાવવા વચ્ચે પડી હતી. ત્યારે મહિલાનાં માથામાં લાકડી પટકાતા મોત થયું હતું. આ બનાવની જાણ બહિયલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશને કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દહેગામના મોટી મોરાલીમાં પિતરાઇ ભાઇઓનો ઝઘડો અટકાવવા ગયેલી મહિલાનું લાકડીના ફટકાથી મોત - dehgam news
દહેગામ તાલુકાના મોટી મોરાલી ગામમાં પિતરાઇ ભાઇઓનો ઝઘડો થયો હતો. મહિલાની ચાલચલગત બાબતે લાકડીયો ઉઠી હતી. જેને લઇને પરિવારની મોભી મહિલા બંને ભાઈઓને છોડાવવા વચ્ચે પડી હતી, ત્યારે મહિલાનાં માથામાં લાકડી પટકાતા મોત થયું હતું. આ બનાવની જાણ બહિયલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશને કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, દહેગામ તાલુકામાં આવેલા મોટી મોરાલી ગામમાં રહેતા ગજીબેન ચંદુભાઈ વાદી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. ત્યારે ગઈ કાલે નરેશભાઈ મેવાભાઈ વાદી અને કાળુભાઈ ચંદુભાઈ વાદી સામાન્ય બબાલને લઇને ગઇ કાલે મારામારી થઈ હતી, ત્યારે કાળુભાઈના મમ્મી ગજીબેન આ બંનેને છોડાવવા વચ્ચે પાડયા હતા. તે દરમિયાન નરેશભાઈ હુમલો કરવા ઉપાડેલી લાકડી ગજીબેનના માથામાં વાગતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમણે વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં લઇ જવાની વિચારણા કરવામાં આવી રહી હતી.
તે દરમિયાન તેમનું ગાંધીનગર સિવિલમાં જ મોત થઈ ગયું હતું. આ બનાવની જાણ બૈયલ પોલીસને કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમના પરિવારની મહિલા બદચલન હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેને લઈને પિતરાઇ ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં અંતે વચ્ચે પડેલા કાળુભાઈના મમ્મીનું મોત થયું હતું.