ગુજરાત

gujarat

ETV Bharat / state

R&Bની મંજૂરી વિના જ મહાપાલિકાએ નવી બિલ્ડીંગ ઊભી કરતા વિપક્ષે માગ્યો જવાબ - R&Bની મંજૂરી વિના જ મહાપાલિકાએ નવું બિલ્ડીંગ તાણી દીધું

ગાંધીનગર મહાનગરપાલિકા હાલમાં ભાડાના મકાનમાં કાર્યરત હોય તેવું કહી શકાય. પાલિકા પાસે પોતાનું કોઈ બિલ્ડીંગ નથી. ત્યારે હાલમાં R&B વિભાગની જગ્યામાં આવેલા ફાયર બ્રિગેડ સ્ટેશનમાં મહાનગરપાલિકાનું બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ મહત્વની બાબત એ છે કે, આ બિલ્ડીંગને R&B વિભાગની મંજૂરી વિના જ બાંધવામાં આવી રહ્યું છે. બિલ્ડીંગ બનાવવા માટે R&B વિભાગની મંજૂરી લેવામાં આવી નથી. તેની સાથે આરઆરબી વિભાગના અધિકારીઓએ પણ આંખે ગાંધારી પાટા બાંધ્યા હોય તે રીતે બિલ્ડિંગના પાંચ માળ બંધાઈ ગયા ત્યાં સુધી તેમની નજરમાં આવ્યું નથી, જેને લઇને વિપક્ષ નેતાએ કમિશનર પાસે જવાબ માગ્યો છે.

gandhinagar
gandhinagar

By

Published : Feb 18, 2020, 7:18 PM IST

ગાંધીનગરઃ કહેવાય છે કે સત્તા આગળ શાણપણ નકામું પડે જો તમારી પાસે સત્તા હોય તો તમે કંઇ પણ કરી શકો છો, આ યુક્તિ ગાંધીનગર મહાપાલિકાનું બિલ્ડીંગ બનાવી રહેલા કોર્પોરેશનને લાગુ પડે છે. મહા પાલિકાના સત્તાધીશો દ્વારા આરઆરબી વિભાગની જગ્યામાં આવેલા ફાયર બ્રિગેડમા જ નવું કોર્પોરેશનનું બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે, તે પણ કોઈપણ પ્રકારની મંજૂરી વિના. પાટનગરમાં રહેતા લોકોને નાનો વેપાર ધંધો કરવો હોય તો પણ ધંધો કરવા માટે પ્રમાણપત્ર લેવું પડે છે અને જો તે પ્રમાણપત્ર ના મેળવો તો કોર્પોરેશનના અધિકારીઓ નાના વેપારીને ચૂંથી નાખે છે. પરંતુ ફાયર બ્રિગેડની જગ્યામાં મંજૂરી વિના બનાવવામાં આવી રહ્યા હતા, બિલ્ડિંગની કોઈ કાંકરી ખેરવી શકે તેમ નથી.

R&Bની મંજૂરી વિના જ મહાપાલિકાએ નવું બિલ્ડીંગ તાણી દેતાં વિપક્ષે માગ્યો જવાબ
ગાંધીનગર મહાપાલિકાનું મંજૂરી વિના બિલ્ડિંગ બની રહ્યું છે, જેને લઇને પાલિકાના વિપક્ષી નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની પાલિકાના પદાધિકારીઓ અને કમિશનરને લેખિત રજૂઆત કરીને સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, પાલિકાનો બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે પરંતુ જનસેવા કેન્દ્ર કયા બનાવવામાં આવશે તે જણાવાયું નથી.

બિલ્ડીંગનો કોઈ નકશો બનાવવામાં આવ્યો નથી. જ્યાં બિલ્ડીંગ બનાવાઈ રહી છે, તેની જગ્યાની માલિકી સરકારની છે. ત્યારે સંલગ્ન વિભાગ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે કેમ ?. સેક્ટર 17 ગ્રીન ઇન્સ્ટિટ્યૂશનલ ઝોન જાહેર કરેલો છે, જીડીસીઆર એક્ટ મુજબ 10 મીટરથી વધારે ઉંચાઈ વાળુ બિલ્ડીંગ બનાવી શકાતું નથી. પરંતુ કોર્પોરેશન દ્વારા તો 14 મીટર કરતા વધુ બિલ્ડિંગ તાણી બાંધવામાં આવ્યું છે, ત્યારે આ બાબતની પરવાનગી લેવામાં આવી છે કે ? કેમ વિપક્ષ નેતાએ કરેલા સવાલોને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details